Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: શહેનાઝની દુશ્મન હિમાંશી ખુરાના ઘરમાં આવવા તૈયાર...

Bigg Boss 13: શહેનાઝની દુશ્મન હિમાંશી ખુરાના ઘરમાં આવવા તૈયાર...

29 October, 2019 12:37 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: શહેનાઝની દુશ્મન હિમાંશી ખુરાના ઘરમાં આવવા તૈયાર...

Bigg Boss 13: શહેનાઝની દુશ્મન હિમાંશી ખુરાના ઘરમાં આવવા તૈયાર...


'બિગબૉસ 13'માં થનારી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનો વિષય બની છે. શૉમાં ત્રણ કેન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉ, તહસીન પૂનેવાલા અને ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી ચૂક્યા છે. દો કે ત્રણે એ હજી સુધી 'બિગબૉસ'ના ઘરમાં પ્રવેશ કર્યો નથી, આશા છે કે ત્રણે આ અઠવાડિયે ઘરની અંદર પહોંચી જશે. આ દરમિયાન ચોથી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીને લઈને એક મજેદાર ચર્ચા થઈ રહી છે.

Himanshi's Post



તમને યાદ હોય તો થોડાંક દિવસ પહેલા પંજાબી સિંગર અને મૉડેલ હિમાંશી ખુરાનાની 'બિગબૉસ'માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીને લઇને ચર્ચાઓ થઈ રહી હતી, જો કે હિમાંશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ સ્પષ્ટ કરી દીધું હતું કે તે 'બિગબૉસ 13'માં નથી જઈ રહી. પણ હવે એકવાર ફરી એ ચર્ચા છે હિમાંશી 'બિગબૉસ'ના ઘરમાં વાઇલ્ડ કાર્ડ કેન્ટેસ્ટન્ટ બનશે. અને આ વાત હિમાંશીએ પોતે પોતાની એક પોસ્ટ દ્વારા શૅર કરી છે. હિમાંશીએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી છે જે સીધો સંકેત કરે છે કે તે બિગબૉસના ઘરમાં જઈ રહી છે. જો કે હિમાંશીએ આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી.



જણાવીએ કે પહેલા હિમાંશીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "કેટલાક દિવસોથી આ અફવા ફેલાય છે કે હું બિગબૉસના ઘરમાં જઈ રહી છું. તો અધિકારિક રૂપે હું ઑડિયન્સ અને મીડિયાને જણાવવા માગું છું કે હું બિગબૉસના ઘરમાં નથી જઈ રહી." સાથે જ તેણે શહેનાઝ સાથેના વિવાદને લઈને પણ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હકીકતે, હિમાંશી અને શહેનાઝ ગિલ વચ્ચે જરાપણ નથી બનતી. એવામાં હિમાંશીનું શૉમાં જવું શહેનાઝ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

 
 
 
View this post on Instagram

?? final announcement Swipe next

A post shared by Himanshi Khurana (@iamhimanshikhurana) onOct 21, 2019 at 7:53pm PDT

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...

શહેનાઝ સાથેના વિવાદ પર હિમાંશીએ લખ્યું કે, "બધી જ નેશનલ પબ્લિકેશન્સે પબ્લિશ કર્યું છે કે તેણે(શહેનાઝે) મારા ગીતનું મજાક બનાવ્યું, પણ હકીકતે મેં તે બાબતને ઇગ્નોર કરી હતી. કારણકે તે તેનો દ્રષ્ટિકોણ તેની વિચારધારા છે. મેં તેને જવાબ ત્યારે આપ્યો જ્યારે તેણે કોઇક રેન્ડમ મીમ પેજ એડમિન સાથે ઇન્સ્ટા પર લાઇવ કરીને મને અપશબ્દો કહ્યા, અશ્લીલ અને અસહ્ય શબ્દો કહ્યા. જે તેના ગીતને લઈને રિવ્યૂ હતો કે મારા ચહેરા અને શરીરને લઈને વાતો હતી તેને 2-3 દિવસ જૂની થઈ ગઈ હતી. બધી જ સાબિતીઓ યૂટ્યૂબ પર છે તમે જોઇને તપાસી શકો છો. "

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2019 12:37 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK