Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: આ એક્સ કન્ટેસ્ટન્ટે અમીષા પટેલ માટે કહી દીધી આ વાત, જાણો

Bigg Boss 13: આ એક્સ કન્ટેસ્ટન્ટે અમીષા પટેલ માટે કહી દીધી આ વાત, જાણો

02 October, 2019 04:07 PM IST | મુંબઈ

Bigg Boss 13: આ એક્સ કન્ટેસ્ટન્ટે અમીષા પટેલ માટે કહી દીધી આ વાત, જાણો

સલમાન ખાન

સલમાન ખાન


કલર્સ ટીવીનો રિયાલિટી શૉ બિગ બૉસ આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે. આ શૉમાં આ સીઝનમાં ફક્ત સેલેબ્સ કન્ટેસ્ટન્ટને જ જગ્યા મળી છે. પણ લાગે છે કે એક્ટ્રેસ અને એક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી પાયલ રોહતગીને ઘણી સમસ્યાઓ છે. કેટલાક કન્ટેસ્ટન્ટની સાથે-સાથે પાયલે બૉલીવુડ એક્ટ્રેસનો પણ સોશિયલ મીડિયા પર મજાક બનાવ્યો છે.

પાયલે પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટ શૅર કરતા લખ્યું છે, અમીષા પટેલ, કોએના મિત્રા, રશ્મિ દેસાઈ, સિદ્ધાર્થ શુક્લા અને અબૂ મલિક જેવા એક્ટર આ સમયે બેરોજગાર ચાલી રહ્યા છે, એટલે એમણે પૈસા માટે બિગ બૉસમાં જવાનો નિર્ણય લીધો છે, બાકી કન્ટેસ્ટન્ટને કોઈ લેવા દેવા નથી એમને ફક્ત ફેમ જોઈએ છે એટલે તે લોકો વગર પૈસે આ શૉમાં આવ્યા હશે.




જણાવી દઈએ કે પાયલ રોહતગી પોતે પણ 'બિગ બૉસ 2'નો હિસ્સો રહી ચૂકી છે. તે સમયે રાહુલ મહાજન સાથેના અફેરના સમાચારથી ઘણી ચર્ચાનો વિષય બની ગઈ હતી. એ સિવાય બિગ બૉસ સીઝન 7માં એનો બૉયફ્રેન્ડ સંગ્રામ પણ કન્ટેસ્ટન્ટ બનીને નજર આવી ચૂક્યો છે, એના સપોર્ટમાં તે પણ બિગ બૉસ હાઉસ પહોંચી હતી.


પાયલ રોહતગી પહેલા પણ એક્સ કન્ટેસ્ટન્ટ કમાલ રાશિદ ખાને શૉમાં આવેલા અબૂ મલિક પર સવાલ ઉઠાવ્યા છે. કેઆરકેએ પોતાના ટ્વિટમાં બિગ બૉસને થર્ડ ક્લાસ શૉ જણાવ્યો હતો.

આ પણ જુઓ : શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

બિગ બૉસ હાઉસમાં આ સપ્તાહની નોમિનેશન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, આ અઠવાડિયામાં જલદી જ કોઈ એક કન્ટેસ્ટન્ટ શૉથી બેઘર થવાનો છે. આ નોમિનેશનમાં રશ્મિ દેસાઈ, કોએના મિત્રા, સેફાલી બગ્ગા, દલજીત કૌર અને દેવોલીનાનું નામ સામે આવ્યું છે. જલદી જ શૉનો પહેલો ટાસ્ક પણ જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 04:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK