Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: દેવોલીના ભટ્ટાચાર્યને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી

Bigg Boss 13: દેવોલીના ભટ્ટાચાર્યને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી

30 November, 2019 04:02 PM IST | Mumbai

Bigg Boss 13: દેવોલીના ભટ્ટાચાર્યને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી

દેવોલીના ભટ્ટાચાર્ય

દેવોલીના ભટ્ટાચાર્ય


બિગ બૉસની પ્રતિસ્પર્ધી દેવોલીના ભટ્ટાચાર્ય હૉસ્પિટલમાં ભરતી છે અને તેમને કેટલાક સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જે બાદ તેઓ પોતાની તબિયત સારી થાય પછી તે બિગ બૉસમાં પાછા ફરવા પર વિચાર કરી શકે છે. ટીવી એક્ટ્રેસ દેવોલીના હાલ બિગ બૉસના ઘરની બહાર નીકળીને હૉસ્પિટલમાં ભરતી થઈ છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપૉર્ટ અનુસાર પીઠમાં દુખાવો હોવાના કારણે તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ત્યાં જ છેલ્લા કેટલાર સમયથી રિઆલિટી શોમાં ટાસ્ક અને ઘરના કામ કરવાની બચી રહી હતી. દેવોલીના એક ટાસ્ક દરમિયાન બિગ બૉસે જાહેરાત કરી હતી કે દેવોલીના નક્કી કરશે કે તેણે ઘરના કામમાં ભાગ લેવું કે નહીં તે ખુદ નક્કી કરશે.

અહેવાલો અનુસાર શુક્રવારે રાત્રે દેવોલીનાના ઘરમાંથી બહાર કરી દેવામાં આવી છે. જો કે અંગ્રેજી દૈનિકના દાવા અનુસાર તે સ્વેચ્છાએ ઘરની બહાર નીકળી છે, તે એક કે બે અઠવાડિયામાં પાછી આવી શકે છે.

સ્પૉટબૉયમાં છપાયેલી ખબર અનુસાર એક સૂત્રએ જણાવ્યું છે કે, હાં, દેવોલીનાને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે અને હવે તે ડૉક્ટરની દેખરેખમાં છે. અહીંથી બહાર આવ્યા બાદ તે નક્કી કરશે કે શોમાં પાછું આવવું કે નહીં. આ અઠવાડિયે મેકર્સે કોઈને પણ બહાર નીકળવાનું રદ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2019 04:02 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK