Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13 Day 11: ક્વીન બનવા માટે થઈ જંગ, જાણો કોણ જીત્યું?

Bigg Boss 13 Day 11: ક્વીન બનવા માટે થઈ જંગ, જાણો કોણ જીત્યું?

10 October, 2019 11:35 AM IST | મુંબઈ

Bigg Boss 13 Day 11: ક્વીન બનવા માટે થઈ જંગ, જાણો કોણ જીત્યું?

બિગ બૉસના ઘરનું એક દ્રશ્ય

બિગ બૉસના ઘરનું એક દ્રશ્ય


બિગ બૉસમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. પ્રતિસ્પર્ધીઓ માટે સતત સ્પર્ધા વધી રહી છે અને વિજેતાનું ટાઈટલ જીતવા માટે તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે. ટાસ્ક જીતવાની વાત હોય કે ઘરનું પોલીટિક્સ તમામ પ્રતિસ્પર્ધી પોતાનો પક્ષ મજબૂત કરવામાં લાગ્યા છે. આવું જ 11માં દિવસે પણ થયું. જાણો 11માં દિવસે બિગ બૉસના ઘરમાં શું થયું.

બિગ બૉસના ઘરમાં 10માં દિવસે ક્વીન બનવા માટે ડ્રામા થયો હતો અને તે 11માં દિવસે પણ ચાલુ જ રહ્યો. શોની શરૂઆતમાં શહેનાઝ અને પારસ વચ્ચે ક્વીન ટાસ્કને લઈને બોલાચાલી થઈ ગઈ. ટાસ્કમાં એવું હતું કે, જેનું માટલું બચે તે જ ક્વીન બની શકે. એવામાં તમામ લોકો એકબીજાનું માટલું ફોડવામાં લાગ્યા છે.

પારસ માહિરા શર્માનું માટલું બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ શહેનાઝ તેનું માટલું પાણીમાં નાખી દે છે. એ બાદ માહિરા અને શહેનાઝ વચ્ચે માટલાને લઈને બોલાચાલી થાય છે. અસીમ આરતીને બહાર કાઢે છે અને તે કોએના મિત્રાનું માટલું ફોડી નાખે છે. અંતે દેવોલિના ઘરની નવી ક્વીન બને છે અને નૉમિનેશનથી બચી જાય છે. આ મામલે ઘરમાં બહુ વાતો થઈ અને ડ્રામા પણ વધ્યો.

ત્યાં જ શહેનાઝ અને પારસની કહાની પણ ચર્ચામાં રહી. અન્ય પ્રતિસ્પર્ધીઓ સાથે સાથે આ વખતે શહેનાઝ ખુદ બીજા સાથે સંબંધોને લઈને વાત કરી છે. શહેનાઝ અબૂ મલિકને કહે છે કે તેમના મનમાં પારસને લઈને લાગણીઓ છે અને અબૂ મલિક પણ તેમને પારસને લઈને સમજાવે છે. બીજી તરફ આરતી સિદ્ધાર્થને સમજાવે છે કે ગેમ પર ધ્યાન આપો અને ગુસ્સો ન કરો.

આ પણ જુઓઃ Happy Birthday Rekha: જુઓ એવરગ્રીન બ્યુટીના રૅર ફોટોસ



આજ રીતે ક્વીનની જંગ અને બોલાચાલી સાથે 11મો દિવસ પુરો થાય છે. તો કેટલાક પ્રતિસ્પર્ધીઓ એકબીજા સાથે સારી રીતે વાત કરતા અને એકબીજાને સમજાવતા નજરે આવ્યા.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 11:35 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK