Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ દલજીતે કર્યો ચોંકાવનારો ખુલાસો

બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ દલજીતે કર્યો ચોંકાવનારો ખુલાસો

13 October, 2019 04:33 PM IST | મુંબઈ

બિગ બૉસના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ દલજીતે કર્યો ચોંકાવનારો ખુલાસો

દલજીત કૌર

દલજીત કૌર


સલમાન ખાનના સૌથી ચર્ચિત ટીવી રિઆલિટીશો બિગ બૉસ 13 પોતાની શરૂઆતથી જ ચર્ચામાં છે. હવે બિગ બૉસના ઘરમાંથી પહેલા એલિમિનેશન બાદ બહાર થયેલી દલજીત કૌરે અનેક ખુલાસાઓ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. તેમણે બે મહિલા પ્રતિસ્પર્ધીઓને ફેક ગણાવ્યા છે. દલજીતે દૈનિક જાગરણ સાથેની વાતચીતમાં પ્રતિસ્પર્ધી વિશે અનેક રોચક વાતો શેર કરી છે.

ટીવીના સૌથી જાણીતા રિઆલિટી શોમાં સામેલ બિગ બૉસની 13મી સિઝન ટાસ્ક અને પ્રતિસ્પર્ધીઓને લઈને સમાચારોમાં છે. આ વીકેન્ડ કા વારમાં ઘરથી બહાર થયેલી દલજીત કૌરે દૈનિક જાગરણ સાથે વાત કરતા કહ્યું કે તે આટલી જલ્દી ઘરની બહાર થઈ જશે એવું તેણે નહોતું વિચાર્યું. આ સિવાય તેણે બે પ્રતિસ્પર્ધીઓને પૂરી રીતે ફેક ગણાવ્યા છે.

દલજીત કૌરે એક શબ્દોમાં ઘરના લોકોને ડિસ્ક્રાઈબ કરવા પર જણાવ્યું કે શહનાઝ ગિલ અને શેફાલી બગ્ગા આ સીઝનની સૌથી ફેક પ્રતિસ્પર્ધી છે. દલજીતે કહ્યું કે સિદ્ધાર્થ શુક્લા સારી રીતે ગેમ રમી રહ્યા છે અને ખૂબ જ સ્ટ્રોન્ગ પ્લેયર છે.

દલજીત કૌરે કહ્યું કે રશ્મિ દેસાઈ ખૂબ જ સૉફ્ટ છે. તેણે દેવોલિના ભટ્ટાચાર્જીને રિયલ પર્સનાલિટી ગણાવી જ્યારે આસિમ તેમને ઈમ્પલસિવ લાગે છે. દલજીતને માહિરા સ્વીટ અને અબુ મલિક ક્યુટ લાગે છે. તેમણે સિદ્ધાર્થ ડેને જીભ પર કાબૂ ન રાખી શકનાર માણસ ગણાવ્યો. દલજીતની નજરમાં કોઈના મિત્રા બિગ બૉસની સૌથી રૂડ પ્રતિસ્પર્ધી છે.

આ પણ જુઓઃ ઉમદા ક્રિકેટરની સાથે પ્રેમાળ પિતા છે ચેતેશ્વર પુજારા, આ તસવીરો છે પુરાવો



બિગ બૉસની 13મી સિઝનનના બીજા વીકેન્ડ પર શનિવારે દલજીત ઘરથી બહાર થઈ ગઈ છે. રવિવારે પણ સલમાન ખાન કોઈ પણ એક પ્રતિસ્પર્ધીના ઘરના બહાર થવાની જાણકારી આપશે. રવિવારે રશ્મિ દેસાઈ કે કોઈના મિત્રામાંથી કોઈ પણ ઘરની બહાર થશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 04:33 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK