Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધાર્થની આગળ-પાછળ રહેવું એ જ બિગ બૉસ: શેફાલી બગ્ગા

સિદ્ધાર્થની આગળ-પાછળ રહેવું એ જ બિગ બૉસ: શેફાલી બગ્ગા

09 January, 2020 01:07 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિદ્ધાર્થની આગળ-પાછળ રહેવું એ જ બિગ બૉસ: શેફાલી બગ્ગા

શેફાલી બગ્ગા

શેફાલી બગ્ગા


રવિવારે ઍલિમિનેટ થઈને ‘બિગ બૉસ’માંથી બહાર આવેલી શેફાલી બગ્ગાએ કહ્યું હતું કે ઘરમાં બધાને સિદ્ધાર્થની આગળ-પાછળ રહીને ફુટેજ લેવું છે, પણ એવું કરવા જતાં બધા સિદ્ધાર્થને મોટો કરવાનું કામ કરે છે.

siddharth



સિદ્ધાર્થ શુક્લાના ઍટિટ્યુડ કે તેના નેચર વિશે વાત કરવાનું ટાળતાં શેફાલીએ કહ્યું હતું કે સિદ્ધાર્થ ઘરમાં એક મેમ્બર તરીકે આવ્યો છે, પણ ઘરના બાકીના બધા મેમ્બર તેને હીરો જેવી ટ્રીટમેન્ટ આપીને પોતાની ગેમને નબળી પાડે છે અને સિદ્ધાર્થની વૅલ્યુ વધારવાનું કામ કરે છે.


આ પણ જુઓ : 'કાંટા લગા' ગુજરાતી ગર્લ શેફાલી જરીવાલા હાલ લાગે છે આટલી બ્યૂટિફૂલ

‘બિગ બૉસ’ની તેરમી સીઝનમાં વિનર કોણ બનશે એવા સવાલના જવાબમાં શેફાલીએ કહ્યું હતું કે અત્યારથી કશું કહી શકાય એમ નથી, ઘરમાં ગેમ દરરોજ બદલે છે અને આવતા દિવસોમાં બહુ ઝડપથી ગેમ ચેન્જ થશે. સિદ્ધાર્થ કે પછી શહેનાઝ, રશ્મિને તમે ડાર્ક હોર્સ કહી શકો, પણ ગેમ જીતશે એવું કહેવું બહુ વહેલું છે.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2020 01:07 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK