બિગ-બૉસ 13ની કન્ટેસ્ટન્ટને થયો કોરોના, પોસ્ટ દ્વારા આપી જાણકારી
પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાના
બિગ-બૉસ 13ની એક્સ કન્ટેસ્ટન્ટ અને પંજાબી એક્ટ્રેસ હિમાંશી ખુરાના કોરોના વાઈરસની ચપેટમાં આવી ગઈ છે. આ વાતની જાણકારી એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. હિમાંશી ખુરાનાએ પોસ્ટમાં લખ્યું હતું કે, "હું તમને બધાને કહેવા માંગુ છું કે સંપૂર્ણ સાવચેતી રાખ્યા પછી પણ હું કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગઈ છું. જેમ કે તમે બધા જાણો છો કે બે દિવસ પહેલા મેં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તે જગ્યાએ ખૂબ જ ભીડ હતી. આજે સાંજે શૂટિંગ પર જવા પહેલા મેં વિચાર્યું કે કોરોના ટેસ્ટ કરાવી લઉ.
ADVERTISEMENT
હિમાંશી ખુરાનાએ વધુમાં લખ્યું છે કે, હું ફક્ત એ લોકોને આ કહેવા માંગતી હતી કે જેઓ મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે અને કૃપા કરીને આંદોલન દરમિયાન સંપૂર્ણ કાળજી લે. હું આંદોલન કરી રહેલા લોકોને વિનંતી કરવા માંગુ છું કે તેઓએ ભૂલવું ન જોઈએ કે આપણે રોગચાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. તો કૃપા કરીને તમારી સંભાળ રાખો.
હિમાંશી ખુરાનાની આ પોસ્ટ પર લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિસાદ આપી રહ્યા છે. હિમાંશી ખુરાનાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે આજકાલ ઘણા આલ્બમ ગીતોમાં જોવા મળી રહી છે. તાજેતરમાં હિમાંશી ખુરાના અને અસીમ રિયાઝનું ગીત દિલ કો મેં દિયા હૈ કસમ રિલીઝ થયું છે, જેને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવ્યું છે. આ અગાઉ હિમાંશી ખુરાના અને અસીમ રિયાઝના બે ખ્યાલ રખ્યા કર અને કલ્લા હી સોના નઈ ગીત રિલીઝ થયા હતા, જેણે ચાહકોનું દિલ જીતવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. સૉન્ગ ઉપરાંત હિમાશી અને આસિમની જોડી બિગ-બૉસ 13માં પણ ઘણી ચર્ચિત રહી હતી.