Bigg Boss 13: આસિમે હિમાંશીને લગ્ન માટે કર્યો પ્રપોઝ, બન્નેનો રોમાન્ટિક વીડિયો વાયરલ

Published: Jan 28, 2020, 15:12 IST | Mumbai

હિમાંશી એકવાર ફરીથી બિગ-બૉસ હાઉસમાં જોવા મળશે અને આસિમ એને લગ્ન માટે પ્રપોઝ કરતા જોવા મળશે. બન્નેનો રોમાન્ટિક વીડિયો પણ સામે આવ્યો છે

આસિમે હિમાંશીને લગ્ન માટે કર્યો પ્રપોઝ,
આસિમે હિમાંશીને લગ્ન માટે કર્યો પ્રપોઝ,

બિગ-બૉસ 13 કન્ટેસ્ટન્ટ આસિમ રિયાઝ એક્સ કન્ટેસ્ટન્ટ હિમાંશી ખુરાનાને પ્રેમ કરે છે. આ વાત જ્યારે હિમાંશી શૉમાં હતી ત્યારે આ વાત થઈ હતી. હિમાંશીના જવા પહેલા જ આસિમે પોતાના દિલની વાત કહીં હતી. જોકે હિમાંશીએ ત્યારે એને સમજાવ્યો હતો કે તેઓ ફક્ત સારા મિત્ર છે કારણકે બહાર એનો બૉયફ્રેન્ડ છે અને તે એના સાથે લગ્ન કરવાની છે. પરંતુ આસિમને આ વાતથી કોઈ ફરક પડ્યો નહોતો. ઘરથી બેઘર થયા બાદ હિમાંશીએ પોતાના ફેન્સને જાણકારી આપી કે એનું બ્રેકઅપ થઈ ગયું છે અને આસિમ રિયાઝની રાહ જોઈ રહી છે.

 

 

વીતેલા સપ્તાહમાં શૉમાં જ્યારે શેફાલી ઝરીવાલાનો પતિ પરાગ ત્યાગી આવ્યા હતા ત્યારે એમણે આસિમને હિમાંશીના બ્રેકઅપ વિશે જણાવ્યું, સાથે એ પણ જણાવ્યું કે હિમાંશી એની રાહ જોઈ રહી છે. આ બધુ જાણીને આસિમ ખુશ થઈ ગયો. આ બધાની વચ્ચે હવે હિમાંશી એકવાર ફરીથી બિગ-બૉસ હાઉસમાં જોવા મળશે અને આસિમ એને લગ્ન માટે પ્રપોઝ કરતા જોવા મળશે. બન્નેનો રોમાન્ટિક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આસિમ બધાની સામે હિમાંશીને લગ્ન માટે પ્રપોઝ કરે છે.

આ પણ જુઓ : Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

કલર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે જેમાં હિમાંશી બિગ-બૉસના ઘરમાં આવતી દેખાઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હિમાંશીને જોઈને આસિમ ખુશીથી પાગલ થઈ જાય છે અને એને ગળે લાગે છે. આસિમ હિમાંશીને સતત કિસ કરે છે અને બાદ બધા ઘરવાળા સામે ઘુંટણ પર બેસીને હિમાંશીને પ્રપોઝ કરે છે. આસિમ, હિમાંશીને પૂછે છે કે શું તે તેની સાથે લગ્ન કરશે?. જોકે હિમાંશીએ હા પાડી કે ના, આ વીડિયોમાં તમે જોઈ શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK