Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: નજીક આવી રહ્યા છે આસિમ અને હિમાંશી, કર્યું એકબીજાને KISS

Bigg Boss 13: નજીક આવી રહ્યા છે આસિમ અને હિમાંશી, કર્યું એકબીજાને KISS

28 November, 2019 01:30 PM IST | Mumbai

Bigg Boss 13: નજીક આવી રહ્યા છે આસિમ અને હિમાંશી, કર્યું એકબીજાને KISS

આસિમ અને હિમાંશી આવ્યા નજીક

આસિમ અને હિમાંશી આવ્યા નજીક


બિગ બૉસ 13ના ઘરમાં દર્શકોને શરૂઆતથી જ ઝઘડા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે દર્શકોને ઘરમાં એક લવ સ્ટોરી જોવા મળી શકે છે. ઘરમાં એક તરફ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝની બોન્ડિંગ ધ્યાન ખેંચી રહી છે, તો હવે હિમાંશી અને આસિમ એકબીજાની નજીક આવી રહ્યા છે.

આસિમ આડકતરી રીતે કહી ચુક્યા છે કે, તેઓ હિમાંશીને પસંદ કરે છે. જો કે હિમાંશીએ તેને કહ્યું છે કે તે 9 વર્ષથી ડેટ કરી રહી છે. જો કે આસિમ તો પણ હિમાંશીને સ્પેશિયલ ફીલ કરાવવાનો કોઈ ચાન્સ નથી છોડતા. આજના એપિસોડનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બંને વચ્ચે એક અલગ જ બોન્ડિંગ જોવા મળી રહી છે. ખુદ હિમાંશી એ વાતનો ઉલ્લેખ કરી રહી છે કે શું આ એ જ છોકરો છે જેનાથી મને આટલી ફરિયાદ હતી.





આજે ઘરમાં હિમાંશી ખુરાનાનો જન્મદિવસ મનાવવામાં આવશે. એ દરમિયાન આસિમ તેમના માટે કાંઈક ખાસ ભોજન પર બનાવશે અને અડધી રાત્રે વિશ કરશે. હિમાંશીના વખાણ કરતા કહેશે કે તેનાથી વધારે ખૂબસુરત છોકરી તેણે આજ સુધી નથી જોઈ. જે બાદ બંને એકબીજાને ગળે મળશે. આ દરમિયાન શેફાલી પણ ત્યાં હશે.

આ પણ જુઓઃ બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રશ્મિ કિચનમાં જમવાનું બનાવી રહી છે ત્યારે આસિમ આવીને હિમાંશીને ભેટે છે.જે બાદ તે તેના ગાલ પર કિસ કરે છે અને તેના માટે હ્રદયના આકારનું પરોઠું તૈયાર કરી છે. જે બાદ હિમાંશી પણ તેને ગળે મળે છે અને તેના ગાલ પર કિસ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 01:30 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK