Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: આરતી સિંહે રશ્મિ દેસાઈ સાથે ખતમ કર્યા સંબંધો, જાણો કારણ

Bigg Boss 13: આરતી સિંહે રશ્મિ દેસાઈ સાથે ખતમ કર્યા સંબંધો, જાણો કારણ

26 October, 2019 09:52 AM IST | મુંબઈ

Bigg Boss 13: આરતી સિંહે રશ્મિ દેસાઈ સાથે ખતમ કર્યા સંબંધો, જાણો કારણ

આરતી સિંહ અને રશ્મિ દેસાઈ

આરતી સિંહ અને રશ્મિ દેસાઈ


ટીવી રિઆલિટી શો બિગ બૉસમાં અત્યાર સુધીમાં અનેક લોકોના સંબંધોમાં તિરાડ પડી ચુકી છે જે શો પહેલા ખૂબ જ સારા મિત્રો હતા. હાલમાં જ એવું કાંઈક જોવા મળ્યું જેમાં ઘરની સભ્ય આરતીએ પોતાની મિત્ર રશ્મિ દેસાઈ સાથે પોતાના તમામ સંબંધો ખતમ કરી દીધા.

બિગ બૉસના ઘરમાં એન્ટર કરતી ટીવીની વહુ આરતી સિંહ અને રશ્મિ દેસાઈ શોમાં સારા મિત્રો બનીને આવ્યા હતા પરંતુ જોતજોતામાં બંનેના સંબંધોમાં તણાવ આવવા લાગ્યા હતા. ઘરમાં શરૂઆતથી જ બે અલગ અલગ ટીમ બનેલી છે, જેમાં સતત એકબીજા સામે લડાઈ જોવા મળી રહી છે. રશ્મિ અને આરતી બંને ગ્રુપ પડવાથી અલગ થઈ ગયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ટાસ્ક દરમિયાન અનેકવાર આરતી અને રશ્મિને એકબીજા સાથે ઝઘડતા જોવા મળી રહ્યા છે. છેલ્લા એપિસોડમાં જોવા મળ્યું હતું રે આરતી સિંહ શેફાલી બગ્ગા સાથે પોતાનો બેડ શેર કરે છે, પરંતુ શેફાલી તેમને રશ્મિના કારણે બેડ પર આવવાની મનાઈ કરી તે છે, જેનાથી આરતીને ખરાબ લાગ્યું.

આરતીનું કહેવું છે કે આ લોકો મને એટલી નફરત કરે છે કે મને બેડ પરથી પણ હટાવી દીધી, સારું થશે કે હું ઘરમાંથી જતી રહું. બાદમાં આરતીએ બાથરૂમમાં જઈને ખૂબ જ આંસુ વહાવ્યા. સિદ્ધાર્થ શુક્લાએ આરતીને સમજવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પણ ન સમજી.

આ પણ જુઓઃ જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત



બાદમાં શહનાઝે આરતીએ કહ્યું કે તેણે તમારી સાથે સારું નથી કર્યું જેના પર આરતીએ કહ્યુ કે હું રશ્મિની સાથે આ જ પછી ક્યારેય વાત નહીં કરું, ન ઘરની અંદર ન ઘરની બહાર. જે બાદ તેમણે બીજા ગ્રુપની સામે ઘણી વાતો કહી.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2019 09:52 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK