Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss 13: રશ્મિ-સિદ્ધાર્થે ફરાહનું પણ ન જાળવ્યું માન, જુઓ વીડિયો

Bigg Boss 13: રશ્મિ-સિદ્ધાર્થે ફરાહનું પણ ન જાળવ્યું માન, જુઓ વીડિયો

28 October, 2019 02:26 PM IST | મુંબઈ ડેસ્ક

Bigg Boss 13: રશ્મિ-સિદ્ધાર્થે ફરાહનું પણ ન જાળવ્યું માન, જુઓ વીડિયો

Bigg Boss 13: રશ્મિ-સિદ્ધાર્થે ફરાહનું પણ ન જાળવ્યું માન, જુઓ વીડિયો


'બિગ બૉસ 13'માં ઘરના દરેક સભ્યો જુદાં જુદાં કારણોને લીઘે ચર્ચામાં છે. શહેનાઝ પોતાની ક્યૂટનેસ માટે લોકપ્રિય થઈ રહી છે તો સિદ્ધાર્થ ડે પોતાના દુર્વ્યવહારને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. પણ ઘરના સભ્યો એવા છે જે શરૂઆતથી અંદરોઅંદર લડવાને કારણે ચર્ચામાં છે. આપણે વાત કરી રહ્યા છીએ રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાની. સિદ્ધાર્થ અને રશ્મિ 'બિગ બૉસ' પહેલા 'દિલ સે દિલ તક'માં સાથે કામ કરી ચૂક્યા છે અને તે સીરિયલમાં બન્નેની સારી બૉન્ડિંગ જોવા મળી હતી. એટલે બન્ને એકબીજાને સારી રીતે ઓળખે છે અને તેમ છતાં 'બિગ બૉસ'માં બન્ને એકબીજાના દુશ્મન બન્યા છે.




રશ્મિ અને સિદ્ધાર્થને મોટા ભાગે લડતાં જોવામાં આવ્યા છે, બન્નેની જરાપણ જામતી નથી અને આ વાત શૉમાં સ્પષ્ટ દેખાય છે. પણ એટલી બધી નફરતની પાછળનું કારણ શું છે એ પ્રશ્ન બધાનાં મગજમાં રહે છે. કેટલીય વાર ઘરવાળાને પણ અંદરોઅંદર આ વાત કરતાં જોવામાં આવ્યા છે કે રશ્મિ અને સિદ્ધાર્થ વચ્ચે આટલી બધી નફરત કેમ છે? હવે આ સવાલ શૉની ગેસ્ટ ફરાહ ખાન પણ તેમને કરવાની છે. 'બિગ બૉસ'ના ઘરમાં સોમવારે ન્યાયાલય બનશે જેમાં જજ હશે જાણીતી ડાયરેક્ટર અને કૉરિયોગ્રાફર ફરાહ ખાન.

આ પણ વાંચો : વિરુષ્કા, ઝહીર-સાગરિકા, હરભજન-ગીતા હાજર રહ્યા બિગબીની દિવાળી પાર્ટીમાં...


કલર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 'બિગ બૉસ કી અદાલત'ની કાર્યવાહીનો એક વીડિયો શૅર કર્યો છે જેમાં રશ્મિ અને સિદ્ધાર્થ, ફરાહ ખાન સામે પોતાની દલીલો રજૂ કરતાં જોવા મળશે. દરમિયાન ફરાહ ખાનનું પણ માન નથી જાળવતાં અને તેમની સામે પણ લડી પડે છે. બન્ને એ રીતે ઝઘડે છે કે ફરાહ ખાન પૂછશે કે આખરે તમે બન્ને આટલું કેમ લડો છો? બે લોકો ખૂબ જ પાક્કા મિત્રો હોય ત્યારે જઇને તેમના વચ્ચે કટ્ટર દુશ્મની થાય છે. મને બન્ને વચ્ચેના સંબંધો જાણવા છે. જેના પછી રશ્મિ ગુસ્સે થઈને ફરાહના ટેબલ પર સામાન ફેંકતી જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 02:26 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK