Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઈદનાં પકવાન માટેની તૈયારી બે-ત્રણ દિવસ પહેલાં શરૂ કરી દે છે દીપિકા

ઈદનાં પકવાન માટેની તૈયારી બે-ત્રણ દિવસ પહેલાં શરૂ કરી દે છે દીપિકા

29 May, 2019 09:04 AM IST |

ઈદનાં પકવાન માટેની તૈયારી બે-ત્રણ દિવસ પહેલાં શરૂ કરી દે છે દીપિકા

દીપિકા કક્કડ ઇબ્રાહિમ

દીપિકા કક્કડ ઇબ્રાહિમ


દીપિકા કક્કડ ઇબ્રાહિમનું કહેવું છે કે તે ઈદના સેલિબ્રેશનની તૈયારી જલદી શરૂ કરશે. દીપિકા હાલમાં ‘કહાં હમ કહાં તુમ’માં કામ કરી રહી છે. તે શોના શૂટિંગની સાથે ઇફ્તારીની પણ તૈયારીઓ કરે છે. ઈદ નજીક છે ત્યારે દીપિકાનું કહેવું છે કે તે આ માટેની તૈયારી બહુ જલદી શરૂ કરશે. દીપિકા તેના પતિ શોએબ ઇબ્રાહિમ સાથે ઈદને સેલિબ્રેટ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘આ સમયની અમે ખૂબ જ ઉત્સુકતાથી રાહ જોઈએ છીએ. આ પૂરો મહિનો અમારા માટે સેલિબ્રેશન લઈને આવે છે. હું ઘણા સમયથી રોઝા રાખું છું અને દર વર્ષે એ રાખવા માટે રાહ પણ જોઉં છું.

આ પણ વાંચો : રાહુલ ગાંધીને હરાવવા માટે સ્મૃતિ ઈરાનીએ કરી હતી આ માનતા, એકતા કપૂરે કર્યો ખુલાસો



મારી ફેવરિટ ઇફ્તાર ડિશ પકોડા અને ચના ચાટ છે જે મારી અમ્મી બનાવે છે. હું શૂટિંગ કરી રહી હોઉં કે નહીં, પરંતુ રોઝા જરૂર રાખું છું. મને મારી ફૅમિલી માટે કુ‌ક‌િંગ કરવાનું ખૂબ જ પસંદ છે અને હું ઈદના બે-ત્રણ દિવસ પહેલાં એની તૈયારી શરૂ કરી દઉં છું. અમે અમારા પૂરા પરિવાર માટે ઇફ્તાર પાર્ટી રાખીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2019 09:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK