બિગ બૉસ દરમ્યાન હસબન્ડ સાથેના સંબંધો વધુ સ્ટ્રૉન્ગ થવાની આશા છે રુબીનાને

Published: 6th October, 2020 12:42 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બન્નેનું માનવુ છે કે તેમના સંબંધોની શોમાં કસોટી થવાની છે

રુબીના દિલૈક, અભિનવ શુક્લા
રુબીના દિલૈક, અભિનવ શુક્લા

રુબીના દિલૈકનું માનવું છે કે ‘બિગ બૉસ 14’ દરમ્યાન તેના હસબન્ડ અભિનવ શુક્લા સાથેના તેના સંબંધો વધુ સ્ટ્રૉન્ગ બનશે. બન્નેનું માનવુ છે કે તેમના સંબંધોની શોમાં કસોટી થવાની છે. એ વિશે રુબીનાએ કહ્યું હતું કે ‘અભિનવ અને હું અમારા સંબંધોને હંમેશાં પ્રાઇવેટ રાખીએ છીએ. અમારી વચ્ચેના રિલેશનને લોકો સાથે શૅર કરવું અમને પસંદ નથી. એથી જાહેરમાં અમારું બૉન્ડિંગ દેખાડવું અમારા માટે ચૅલેન્જિંગ રહેશે. આશા રાખું છું કે અમારા રિલેશન વધુ સ્ટ્રૉન્ગર બનીને આવશે.’

રુબીના અને અભિનવે ૨૦૧૮માં લગ્ન કર્યાં હતાં. તો બન્નેના રિલેશનને લઈને અભિનવે કહ્યું હતું કે ‘શોમાં જોવા મળશે કે કપલ તરીકે અમે કેટલાં સ્ટ્રૉન્ગ છીએ. અમારી રિલેશનશિપની કસોટી થવાની છે. ઘરની અંદરના ૧૧થી ૧૨ લોકો સાથે રહેવું અઘરું બનવાનું છે.’ ‘બિગ બૉસ’ના હાઉસની અંદર કઈ વસ્તુને ખૂબ મિસ કરવાની છે એ વિશે રુબીનાએ કહ્યું હતું કે ‘મને ઘરે બનાવેલું ઘી ખૂબ પસંદ છે. મારું ભોજન તો ઘી વગર અધૂરું છે. બદનસીબે હું ઘી અંદર નહીં લઈ જઈ શકું. મને ઘી લગાવેલી રોટલીઓની ખૂબ યાદ આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK