Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીનાની મદદે આવી મોટી બહેન કરિશ્મા

કરીનાની મદદે આવી મોટી બહેન કરિશ્મા

11 November, 2012 05:16 AM IST |

કરીનાની મદદે આવી મોટી બહેન કરિશ્મા

કરીનાની મદદે આવી મોટી બહેન કરિશ્મા






કરીના કપૂર હાલમાં સલમાન ખાનની ‘દબંગ ૨’ માટે એક ખાસ આઇટમ સૉન્ગ કરી રહી છે જેમાં તે બહેન કરિશ્મા કપૂરે તેની ફિલ્મ ‘રાજા બાબુ’માં ‘સરકાઈ લો ખટિયા’માં જેવાં સાટિનનાં ધોતી અને કુરતો પહેર્યા હતાં એવાં જ કપડાં પહેરવાની છે. કરીનાએ પહેલાં ક્યારેય આવા ડ્રેસમાં કોઈ ગીતનું શૂટિંગ કર્યું ન હોવાને કારણે આઇટમ સૉન્ગના શૂટિંગ વખતે તે બહુ કન્ફ્યુઝ હતી. જોકે આવી કપરી પરિસ્થિતિમાં મોટી બહેન કરિશ્મા તરત જ તેની મદદે દોડી આવી હતી અને તેણે આ ગીતના શૂટિંગ વખતે સેટ પર હાજર રહીને કરીનાને આ પ્રકારના ડ્રેસને કઈ રીતે હૅન્ડલ કરવો એની ટિપ્સ આપી હતી.


આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કરિશ્માએ આ ગીતના શૂટિંગ વખતે બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં શૂટિંગના બન્ને દિવસે પાંચ-પાંચ કલાક હાજરી આપી હતી અને કરીના આઇટમ સૉન્ગમાં કેવું પફોર્ર્મ કરે છે એના પર નજર રાખી હતી.’




Whatsapp-channel Whatsapp-channel

11 November, 2012 05:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK