વિદ્યુત જામવાલ અને અદા શર્મા છે જસ્ટ ફ્રેન્ડ્સ?
વિદ્યુત જામવાલ અને અદા શર્મા
વિદ્યુત જામવાલે જણાવ્યું છે કે તે અને તેની ‘કમાન્ડો 3’ કોસ્ટાર અદા શર્મા માત્ર ફ્રેન્ડ્સ છે. તાજેતરમાં જ ટ્વિટર પર એક ફૅને વિદ્યુતને પૂછ્યું હતું કે શું તું અને અદા માત્ર ફ્રેન્ડ્સ છો? આ વિશે જવાબ આપતાં ટ્વિટર પર વિદ્યુત જામવાલે ટ્વીટ કર્યું હતું કે ‘અમે માત્ર ફ્રેન્ડ્સ છીએ. આ સાથે જ અમે સાહસી, દયાળુ, સહજ જ્ઞાન ધરાવનાર, કામ પર ધ્યાન કેન્દ્રિત કરનાર, આભારી, મુક્ત વિચારવાળા, નમ્ર, વિચારશીલ, શૅરિંગ, શિક્ષિત, ખુશ, શાંત,અને બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. આશા રાખું છું કે તને પણ આવું જ કોઈ મળે.’
હાલમાં જ અદા શર્માએ એક વિડિયો પોસ્ટ કર્યો હતો. એમાં અદાએ કહ્યું હતું કે ‘માય ટેડ ટૉક. તમે શું વિચારો છો એ મને જણાવો. હું હમણાં ફ્રી છું. યુટ્યુબની તમારી બધી કમેન્ટ્સ હું વાંચીશ.’
ADVERTISEMENT
તેની પ્રશંસા કરતાં વિદ્યુત જામવાલે કમેન્ટ કરી હતી કે ‘મારી પર્સનલ ફેવરિટ છે.