આઉ! શક્તિ કપૂર અને ૧૩ સુંદરીઓ એક જ ઘરમાં

Published: 3rd October, 2011 19:34 IST

‘બિગ બૉસ ૫’ના સ્પર્ધકોનાં નામ જાહેર થઈ ગયાં છે. સામાન્ય રીતે આ શોમાં સાત મહિલા અને સાત પુરુષ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવે છે, પણ ૯૬ દિવસ સુધી ચાલનારી લેટેસ્ટ સીઝનમાં આ વખતે પુરુષ-સ્પર્ધક તરીકે શક્તિ કપૂરની પસંદગી કરવામાં આવી છે. શોમાં શક્તિ સિવાય બીજો કોઈ પુરુષ-સ્પર્ધક નથી, જ્યારે અન્ય સ્પર્ધકો તરીકે ૧૩ જેટલી સુંદરીઓની પસંદગી થઈ છે.

 

‘બિગ બૉસ ૫’માં બીજો કોઈ પુરુષ-સ્પર્ધક ન હોવાને કારણે અત્યારે તો બૉલીવુડના પંકાયેલા વિલનને જલસો પડી ગયો છે

આ મોટા ભાગની સુંદરીઓ કાતિલ રૂપની સાથે-સાથે વિવાદાસ્પદ વ્યક્તિત્વ પણ ધરાવે છે. હાલમાં તો શક્તિ કપૂરને એકલાને જ આ બધી સુંદરીઓની કંપની માણવાની તક મળે છે. આ શોમાં ભાગ લેનારી સુંદરીઓમાં કબીર બેદીની દીકરી અને ઍક્ટ્રેસ પૂજા બેદી, સિંગર અને ઍક્ટ્રેસ રાગેશ્વરી લૂમ્બા, ૨૦૦૩માં ‘નયી પડોસન’થી બૉલીવુડમાં આવેલી મહક ચહલ, ભૂતપૂïર્વ મૉડલ અને ટીવી રિયલિટી શો તથા ક્રિકેટ શોની પ્રેઝન્ટેટર શોનાલી નાગરાણી, વીજે અને મૉડલ પૂજા મિશ્રા, ટીવી-ઍક્ટ્રેસ જુહી પરમાર, ૪૦ વર્ષ કરતાં પણ વધારે વયનો તફાવત હોવા છતાં ગૅન્ગસ્ટર ચાલ્ર્સ શોભરાજને પરણીને વિવાદાસ્પદ બનનારી નિહિતા બિશ્વાસ, રાજસ્થાનની જાણીતી ગાયિકા અને ડાન્સર ગુલાબી સપેરા, જાણીતા રેસલર ચંદગી રામની દીકરી અને ‘ખતરોં કે ખિલાડી’ જેવા શોમાં ભાગ લઈ ચૂકેલી સોનિકા કાલિરમણ, મૉડલ-ઍક્ટ્રેસ અને ન્યુઝચૅનલની ઍન્કર તરીકે જાણીતી બનેલી મનદીપ બેવ્લી, ડાન્સર અને વ્યંડળોની જાણીતી ઍક્ટિવિસ્ટ લક્ષ્મી, ઇન્ટરનૅશનલ બ્યુટી પૅજન્ટમાં ભાગ લેવાને કારણે વિવાદાસ્પદ બનેલી પહેલી અફઘાન મહિલા વિદા સમદઝઈ અને ‘બિગ બૉસ’ના એક્સ-સ્પર્ધક રાજા ચૌધરીની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ શ્રદ્ધા શર્માનો સમાવેશ થાય છે. શ્રદ્ધા અને રાજાના બ્રેક-અપના જાહેરમાં થયેલા તમાશા પછી હાલમાં શ્રદ્ધા સિંગલ છે, જ્યારે સોનિકા કાલિરમણ ત્રણ મહિનાની પ્રેગ્નન્સી ધરાવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK