આ વખતે ‘બિગ બૉસ’નું ઘર દર વખત કરતાં ‘અલગ છે’

Published: 7th October, 2012 06:15 IST

આજથી કલર્સ ચૅનલ પર રાતે ૯ વાગ્યે એના રિયલિટી શો ‘બિગ બૉસ’ની નવી સીઝનની શરૂઆત થવાની છે. આ વખતે શોની ટૅગલાઇન છે ‘અલગ છે’ અને આ ટૅગલાઇન પ્રમાણે જ શોને આગલી સીઝનથી અલગ જ લુક આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ શો માટે ૧૫,૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં ‘બિગ બૉસ’નું ઘર તૈયાર કરવામાં આવ્યું છે જે અત્યાર સુધીની તમામ સીઝન કરતાં અલગ અને વિશાળ છે. વળી આ ઘર તૈયાર કરતી વખતે વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ફૂલોની ડિઝાઇનવાળા વિશાળ રૂમ

‘બિગ બૉસ’ની આ સીઝનમાં પુરુષ અને સ્ત્રીસ્પર્ધકો માટે બે અલગ વિશાળ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને આ રૂમમાં સફેદ, પીળો, નારંગી અને લીલા રંગના બ્રાઇટ કૉમ્બિનેશનનો ઉપયોગ થયો છે. આ રૂમમાં દરેક સ્પર્ધકને પૂરતી મોકળાશ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. શોમાં ઘરના વડા એટલે કે કૅપ્ટનને અટૅચ્ડ બાથરૂમવાળા અલાયદા રૂમની સુવિધા મળશે. આ રૂમમાં સ્પર્ધકો માટે અનોખાં ફૂલોની પાંદડીવાળી ડિઝાઇનના પલંગ હશે જેને કારણે કોઈ સ્પર્ધકને બધાથી અલગ પડી જવું હશે તો એ પોતાનો બેડ અલગ કરી શકશે. આ સિવાય બીજા રૂમમાં ડબલ અને સિંગલ બેડની પણ વ્યવસ્થા હશે.

કન્ફેશન-રૂમ

‘બિગ બૉસ’ની આ સીઝનમાં કન્ફેશન-રૂમને બોરિંગ ડાર્કરૂમને બદલે મેટાલિક ફિનિશવાળા નવા જમાનાના આકર્ષક રૂમમાં તબદિલ કરવામાં આવ્યો છે. એ સિવાય જેલનું સ્થાન આ સીઝનમાં રહસ્યમય પૅનિક-રૂમે લઈ લીધું છે. જ્યારે પણ કોઈ સ્પર્ધક આ રૂમની મુલાકાત લેશે ત્યારે તેને ચોક્કસપણે કોઈક અણગમતી સરપ્રાઇઝ મળશે.

હૅન્ડપમ્પ, વાંદરાઓ અને માછલીઓ


‘બિગ બૉસ’ના આખા ઘરમાં ૭૦ જગ્યાએ કૅમેરા લગાવવામાં આવ્યા છે. આ સિવાય સ્પર્ધકોના મનોરંજન માટે ચોથી ખાલી જગ્યા ધરાવતા ત્રણ વાંદરાઓ (બૂરા મત દેખો, બૂરા મત સૂનો, બૂરા મત બોલો)નું સ્ટૅચ્યુ ગાર્ડન એરિયામાં લગાવવામાં આવ્યું છે. એ સિવાય ગાર્ડન એરિયામાં  પૂલસાઇટ, જિમ્નેશ્યમ, માછલીઘર અને હૅન્ડપમ્પ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK