અમિતાભે અક્ષરાનાં વખાણ કર્યા એની કમલ હાસનને ઈર્ષા!

Published: Nov 13, 2014, 05:15 IST

અમિતાભ બચ્ચન નવા ઍક્ટરને તેમના કામની પ્રશંસા કરી હંમેશાં પ્રોત્સાહિત કરતા હોય છે.


એમાં શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટનો સમાવેશ થઈ ચૂક્યો છે અને હવે કમલ હાસનની નાની પુત્રી અક્ષરા હાસનનો નંબર લાગ્યો છે. અમિતાભ બચ્ચન અક્ષરા સાથે આર. બાલ્કીની ‘શમિતાભ’માં કામ કરી રહ્યા છે. બિગ બીએ અક્ષરાના કામથી પ્રભાવિત થઈ તેને પ્રશંસા કરતો એક મેસેજ મોકલ્યો હતો. આ વાતની જાણ કરતાં કમલ હાસને મજાકમાં કહ્યું હતું કે અક્ષરાને પહેલી ફિલ્મ માટે અમિતાભ બચ્ચન જેવા મોટા ગજાના ઍક્ટર પાસેથી પ્રશંસા કરતો મેસેજ મળ્યો હોવાને કારણે મને ઈષ્ર્યા થાય છે, કારણ કે મને અત્યાર સુધી મારા એકેય પર્ફોર્મન્સ માટે આવો કોઈ મેસેજ બિગ બી પાસેથી નથી મળ્યો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK