સુશીલકુમારને ૧૬ ડિસેમ્બરે ચેક જોઈએ છે, અમે મોડું નથી કર્યું : બિગ બી

Published: 14th December, 2011 09:14 IST

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પરના ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’માં આ વખતે હાઇએસ્ટ રકમ એટલે કે પાંચ કરોડ રૂપિયા જીતનારા બિહારના સુશીલકુમારને હજી સુધી ચેક નથી મળ્યો.

 

આ કારણે થોડી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે તેને આ ચેક મળવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? જોકે શોના હોસ્ટ અમિતાભ બચ્ચને સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર આ કન્ટ્રોવર્સીને વેગ મળે એ પહેલાં જ ચોખવટ કરી લીધી છે. તેમણે લખ્યું હતું કે ‘લોકો પૂછે છે કે સુશીલકુમારને હજી તેની જીતેલી રકમ કેમ નથી મળી? ચેક તૈયાર છે, પણ તે પોતે સીએનએન-આઇબીએન અવૉર્ડ સેરેમનીમાં ૧૬ ડિસેમ્બરે આ ચેક લેવા માગે છે.’

ત્યાર પછી બિગ બીએ સોની ટીવીચૅનલના બચાવમાં લખ્યું હતું કે ‘સોનીના નિયમો અને શરતો હેઠળ એપિસોડ બ્રૉડકાસ્ટ થાય એના ૬૦ દિવસ સુધીમાં ચેક મળી જવો જોઈએ. આ સમયને પૂરો થવામાં હજી ઘણી વાર છે.’

સુશીલકુમાર બીજી નવેમ્બરના એપિસોડમાં પાંચ કરોડ રૂપિયા જીત્યો હતો. તેણે કહ્યું હતું કે લોકો તેની પાસેથી આર્થિક મદદ માગી રહ્યા છે, પણ તેની ઇચ્છા હોવા છતાં ચેક હજી ન મળ્યો હોવાથી તે મદદ નથી કરી શકતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK