Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૌન બનેગા કરોડપતિના પહેલા એપિસોડમાં અમિતાભ બચ્ચન ગીત ગાતા જોવા મળશે

કૌન બનેગા કરોડપતિના પહેલા એપિસોડમાં અમિતાભ બચ્ચન ગીત ગાતા જોવા મળશે

06 September, 2012 05:58 AM IST |

કૌન બનેગા કરોડપતિના પહેલા એપિસોડમાં અમિતાભ બચ્ચન ગીત ગાતા જોવા મળશે

કૌન બનેગા કરોડપતિના પહેલા એપિસોડમાં અમિતાભ બચ્ચન ગીત ગાતા જોવા મળશે


big-bi-singઆવતીકાલે સાંજે સોની ટીવી પર શરૂ થનારા ‘કૌન બનેગા કરોડપતિ’ના ઓપનિંગ એપિસોડમાં મેઘાલયનું એક કૉરલ ગ્રુપ ગીત ગાવાનું છે. એની સાથે અમિતાભ બચ્ચન ગીત ગાતા જોવા મળશે. છેલ્લે બિગ બીએ ‘બાગબાન’ અને ‘કહાની’ માટે પોતાનો અવાજ આપ્યો હતો, પણ હવે તેઓ ટીવી-શોમાં પણ પહેલી વાર ગીત ગાતા જોવા અને સાંભળવા મળશે.

મેઘાલયનું આ કૉરલ ગ્રુપ ગયા વર્ષના ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’નું વિજેતા રહી ચૂક્યું છે. અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા જ્યારે ભારત આવેલા ત્યારે આ ગ્રુપે પણ પફોર્ર્મ કરેલું. શરૂઆતમાં બિગ બી આ ગ્રુપના જ એક મેમ્બર બનીને ગાવાના છે, પણ ગીતનો છેલ્લો ટ્રૅક તેઓ એકલા ગાશે. ‘કૌન બનેગા કરોડપતિ’ની થીમ ‘જ્ઞાન હી આપકો આપકા હક દિલા સકતા હૈ’ પર એક ખાસ ગીત કમ્પોઝ કરવામાં આવ્યું છે. એ પછી તેમની ફિલ્મોનાં જુદાં-જુદાં ગીતોની મેડ્લી પણ રજૂ થશે.



અમિતાભ બચ્ચન ફરીથી ગાવાની વાતથી એક્સાઇટ થઈ ગયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2012 05:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK