અમિતાભ બચ્ચનને મળ્યો યશ ચોપડા મેમોરિયલ અવૉર્ડ

Published: 26th December, 2014 05:07 IST

યશ ચોપડાની અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય કરનારા અમિતાભ બચ્ચનને ગઈ કાલે રાજ્યના ગવર્નર સી. વિદ્યાસાગર રાવના હસ્તે ‘યશ ચોપડા મેમોરિયલ નૅશનલ અવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ગઈ કાલે સાંજે જુહુ તારા રોડ પર આવેલી જે. ડબ્લ્યુ. મૅરિઅટ હોટેલમાં રાખવામાં આવેલા આ સમારંભનું આયોજન રાજ્યસભાના સંસદસભ્ય ડૉ. ટી. સુબ્બરામી રેડ્ડીના નેતૃત્વમાં વ્લ્ય્ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનેક કેન્દ્રીય પ્રધાનોની સાથે સ્વર્ગીય યશ ચોપડાનાં પત્ની પમેલા ચોપડા સહિત બૉલીવુડના અનેક સિનિયર કલાકારો હાજર રહ્યાં હતાં.


- તસવીર : નિમેશ દવે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK