૧૦૨ નૉટઆઉટમાં બિગ બીને કેટલી સાઇનિંગ અમાઉન્ટ મળી? માત્ર ૫૦૦૧ રૂપિયા!

Published: 22nd December, 2014 05:04 IST

બૉલીવુડમાં એસ્ટૅબ્લિશ્ડ સ્ટાર સાથે જ્યારે ફિલ્મ બનતી હોય છે ત્યારે સાઇનિંગ અમાઉન્ટમાં અંદાજે ૩૩ ટકા રકમ ચૂકવવામાં આવતી હોય છે, જ્યારે એ ગ્રેડના મોટા સ્ટાર સાથે ફિલ્મ બનતી હોય ત્યારે સાઇનિંગ અમાઉન્ટ તરીકે ૫૦ ટકા રકમ આપવામાં આવતી હોય છે;રશ્મિન શાહ

 પણ એવો કોઈ નિયમ ટી સિરીઝમાં લાગુ નથી પડતો. ગુજરાતી નાટક ‘૧૦૨ નૉટઆઉટ’ પરથી બનનારી આ જ નામની ફિલ્મના લીડ સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચનને ટી સિરીઝે સાઇનિંગ અમાઉન્ટ પેટે રોકડા ૫૦૦૧ રૂપિયા ચૂકવ્યા હતા. બિગ બીને જ નહીં, ટી સિરીઝે આ જ ફિલ્મમાં સાઇન થયેલા પરેશ રાવલને પણ માત્ર ૧૧૧૧ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ આપી છે તો ટી સિરીઝની જ એક ફિલ્મ કરી રહેલા અભિષેક બચ્ચનને ૨૫૦૧ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવી હતી; જ્યારે એક ફિલ્મ માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને ૧૧૧૧ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવી હતી. આટલી મામૂલી સાઇનિંગ અમાઉન્ટ લઈને કામ કરવા માટે આ બધા મોટા સ્ટાર રાજીખુશીથી તૈયાર થયા છે.

આ માટેનું જો કોઈ કારણ હોય તો એ ગુલશનકુમાર છે.

ટી સિરીઝના ફાઉન્ડર ચૅરમૅન ગુલશનકુમાર જ્યારે બૉલીવુડમાં દાખલ થયા ત્યારે તેમણે સાઇનિંગ અમાઉન્ટ શુકન તરીકે આપવાની શરૂ કરી હતી. પપ્પાની એ પ્રથા આજે પણ દીકરા ભૂષણકુમારે ચાલુ રાખી છે. ગુલશનકુમારના સમયમાં કોઈ પણ મોટો સ્ટાર હોય, તેને ૨૫૧થી ૫૦૧ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવતી જે આજના સમયે ભૂષણકુમારે વધારીને હવે ૧૧૧૧ રૂપિયાથી લઈને ૫૦૦૧ રૂપિયા સુધી પહોંચાડી છે. શુકનની એ અમાઉન્ટને સાઇનિંગ અમાઉન્ટ ગણવામાં આવે છે અને એ અમાઉન્ટને બૉલીવુડના તમામ બિગ શૉટ્સ પ્રેમથી સ્વીકારે પણ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK