ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે કર્યો અમિતાભ બચ્ચનનો સત્કાર
૭૦ વર્ષના અમિતાભ બચ્ચને ૧૯૬૯માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી બૉલીવુડમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર બાદ ‘ઝંજીર’ ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. ત્યાર બાદ તેમણે ‘દીવાર’, ‘શોલે’, ‘ડૉન’ જેવી ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી હતી. અમિતાભ બચ્ચને સોશ્યલ સાઇટ ટ્વિટર પર લખ્યું હતું કે ભારતીય સિનેમાની ૧૦૦ વર્ષની ઉજવણી ચાલી રહી છે ત્યારે ઑસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ તરફથી મળી રહેલા સન્માન બાબતે મને બહુ આનંદ થઈ રહ્યો છે.