Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગાયક ભુમિક શાહ હવે લઇને આવે છે ચાહકો માટે નવું ગીત ‘ઇંતેઝાર’

ગાયક ભુમિક શાહ હવે લઇને આવે છે ચાહકો માટે નવું ગીત ‘ઇંતેઝાર’

12 June, 2020 02:59 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ગાયક ભુમિક શાહ હવે લઇને આવે છે ચાહકો માટે નવું ગીત ‘ઇંતેઝાર’

ભુમિક શાહ રિલીઝ કરશે નવું ગીત

ભુમિક શાહ રિલીઝ કરશે નવું ગીત


ભુમિક શાહે તેના પહેલા હિંદી સિંગલ મેરી આરઝૂથી ભલભલાનાં દિલ જીતી લીધા અને હવે તે તેના ફેન્સ માટે લઇને આવી રહ્યો છે બીજું ગીત ઇંતેઝાર. આ અંગે તેણે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી અને ગીતનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તે કહે છે કે, હજી એક સિંગલ લોન્ચ કરવું મારે માટે બહુ ગર્વની વાત છે અને મને આનંદ છે કે હું કંઇક નવું લઇને તમારા સુધી પહોંચી રહ્યો છે. જલદી જ ઇંતેઝાર રિલીઝ કરીશ.તેણે ગીતના શબ્દો માટે સ્નેહલ પટેલનો આભાર માન્યો હતો અને ચિંરંજીવ પટેલને પણ થેંક્સ પાઠવ્યા હતા.




આ ગીત જે ભુમિકે ગાયું છે તે સ્નેહલ પટેલે લખ્યું છે તથા પ્રોડ્યુસ કર્યું છે અને સંગીત રોનક પંડિતે આપ્યું છે. ભૂમિક શાહનાં આ પહેલાંના ગીતને પણ ખૂબ પ્રસંશા મળી છે અને હવે ફેન્સ તેના આ નવા ગીતની રાહ જોઇ રહ્યા છે. ઇંતેઝાર માટેની ઇંતેજારી ઘણી છે જે જલદી જ પુરી થશે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2020 02:59 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK