ચંબલની શાળાના બાળકોએ કાંઈક આવી રીતે ઉજવ્યો ભૂમિનો જન્મદિવસ

મુંબઈ | Jul 20, 2019, 13:21 IST

ચંબલની એક શાળામાં ભૂમિ પેડનેકરનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. ભૂમિ આ શાળાને સપોર્ટ કરી રહી છે.

ચંબલની શાળાના બાળકોએ કાંઈક આવી રીતે ઉજવ્યો ભૂમિનો જન્મદિવસ
ચંબલની શાળાના બાળકોએ કાંઈક આવી રીતે ઉજવ્યો ભૂમિનો જન્મદિવસ

મધ્યપ્રદેશમાં આવેલી અભ્યુદય આશ્રમ નામની નિવાસી શાળાને ભૂમિ પેડનેકર સપોર્ટ કરી રહી છે. આ શાળા અભ્યાની સાથે વેશ્યાવૃતિથી બાળકોને બચાવવાનો પ્રયાસ કરે છે. આ શાળાના સ્ટાફ, બાળકો અને તેમના વાલીઓએ ભૂમિ પેડનેકરના જન્મદિવસની ખાસ અંદાજમાં ઉજવણી કરી.

BHOOMI BDAY

મોરેનામાં આવેલી આ શાળાની સ્થાપના 1992માં બાળકીઓને વેશ્યાવૃતિમાં ધકેલતી બચાવવા માટે થઈ હતી. આ શાળામાં બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. જેનાથી તેમને સારૂં ભવિષ્ય મળી રહે. છેલ્લા બે વર્ષથી ભૂમિ આ શાળાને આર્થિક મદદ કરી રહી છે સાથે તેમને ભેટ પણ મોકલે છે. જેથીએ શાળાએ પણ ભૂમિ પ્રત્યે પોતાનું ઋણ વ્યક્ત કરવા માટે તેનો જન્મદિવસ ઉજવ્યો.

BHOOMI BDAY

શાળા સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, "એ ખૂબ જ સરસ સાંજ હતી. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને શાળાએ આમંત્રણ આપ્યું હતું. તેમણે કેક કાપી અને ભૂમિ માટે પ્રાર્થના કરી. સ્થાનિકોએ જાતે જ આ ઉજવણીનું આયોજન કર્યું હતું. ભૂમિ તેમના માટે પરિવારના સભ્ય સમાન છે. અને તેઓ તેના જન્મદિવસને ખાસ બનાવવા માંગતા હતા."

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

ભૂમિ જ્યારે ચંબલની ઘાટીમાં તેની ફિલ્મ સોન ચિરીયના શૂટ માટે ગઈ હતી ત્યારે તેને આ શાળાની ખબર પડી હતી. જે બાદ તે આ શાળાને મદદ કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK