સાંડ કી આંખ તમામ માતાઓને સમર્પિત છે : તાપસી પન્નુ

Published: Oct 19, 2019, 11:44 IST | મુંબઈ

તાપસી પન્નુએ જણાવ્યું હતું કે તેની ‘સાંડ કી આંખ’ તમામ માતાઓને સમર્પિત છે.

‘સાંડ કી આંખ’
‘સાંડ કી આંખ’

તાપસી પન્નુએ જણાવ્યું હતું કે તેની ‘સાંડ કી આંખ’ તમામ માતાઓને સમર્પિત છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર પણ જોવા મળશે. આ ફિલ્મ વૃદ્ધ શાર્પશૂટર્સના જીવન પર આધારિત છે. તાપસી શાર્પશૂટર ચન્દ્રો તોમરની ભૂમિકામાં અને પ્રકાશી તોમરની ભૂમિકામાં ભૂમિ જોવા મળવાની છે. ૨૫ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ દરેક માતા અને મહિલાને સમર્પિત છે. આ રોલ ભજવવા માટે તેમની પાસેથી જ અમને પ્રેરણા મળી છે. મને નથી લાગતું કે આપણી મમ્મીએ તેમના માટે કદી પણ કોઈ ક્ષણનો આનંદ લીધો હોય. એથી આ ફિલ્મ એ તમામ મમ્મીઓને સમર્પિત છે.’

આ પણ વાંચો : ફ્રોઝન 2ના હિન્દી વર્ઝન માટે પ્રિયંકા ચોપડા અને પરિણીતી ચોપડા કરશે ડબિંગ

આ રોલ તેની કરીઅરનો સૌથી અગત્યનો રોલ છે એવું જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘આ એક આખીય લાઇફનો અદ્ભુત અનુભવ છે. સાથે જ મારી કરીઅરનો સૌથી યાદગાર રોલ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK