વેદિકા ઇન્ડિયન સિનેમાની પત્નીઓની છબીને તોડી દેશે : ભૂમિ પેડણેકર

Published: Dec 03, 2019, 10:37 IST | Taksh Desai | Mumbai

ફિલ્મને પસંદ કરવાનું કારણ જણાવતાં તે કહે છે કે ઇન્ડિયન ગર્લને એ રીતે દેખાડવામાં આવી છે જે તેની સેલ્ફ-રિસ્પેક્ટ નથી ભૂલી અને લગ્ન બાદ પણ પોતાની જાતને મહત્ત્વ આપતી દેખાડવામાં આવી છે.

ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વોહ’ દ્વારા તે ઇન્ડિયન સિનેમાની પત્નીઓની સ્ટિરીયોટાઇપને તોડી દેશે. આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં ભૂમિની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાન્ડે પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે મોડર્ન પત્ની વેદિકાનું પાત્ર ભજવી રહી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં પત્નીઓને જે રીતની દેખાડવામાં આવી છે એનાથી આ પાત્ર એકદમ અલગ રીતે લખવામાં આવ્યું છે. ભૂમિએ તેની મોટાભાગની ફિલ્મોમાં રુરલ કૅરેક્ટર ભજવ્યુ છે, પરંતુ તે આ ફિલ્મમાં મોડર્ન અવતારમાં જોવા મળશે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘વેદિકા કોઈ સ્ટિરીયોટાઇપ અથવા તો ટ્રેડિશનલ પત્ની નથી જે તેની જરૂરિયાતો પહેલાં તેના પતિની જરૂરિયાતોને મહત્ત્વ આપે છે. વેદિકા એવી પણ પત્ની નથી જે તેના પતિના કન્ટ્રોલમાં રહેતી હોય. તે તેના પતિને પ્રેમ કરે છે, પરંતુ તે પોતાની જાતને પણ કરે છે અને અન્ય મોર્ડન મહિલાઓની જેમ તે પણ તેની રિલેશનશિપમાં બૅલેન્સ જાળવવા માટે પ્રયત્ન કરતી હોય છે. વેદિકાની આ ક્વૉલિટી મને ખૂબ જ પસંદ પડી છે. ‘પતિ, પત્ની ઔર વોહ’ની વેદિકા ઇન્ડિય સિનેમાની વર્ષો જૂની પત્નીઓની ઇમૅજને તોડવા જઈ રહી છે. વેદિકા દર્શકોને એક બોલ્ડ, ઝનૂની અને પોતાની શરતો પણ જીવતી વ્યક્તિની તરીકેની ઇમૅજ દેખાડશે. જરૂર પડ્યે તે તેના પતિની સામે દલીલ પણ કરે છે અને તેની સાથે ઇમોશનલી પણ એટલી જ કનેક્ટ હોય છે. આ ફિલ્મને મેં એટલા માટે પસંદ કરી છે કે એમાં ઇન્ડિયન ગર્લને એ રીતે દેખાડવામાં આવી છે જે તેની સેલ્ફ-રિસ્પેક્ટ નથી ભૂલી અને લગ્ન બાદ પણ પોતાની જાતને મહત્ત્વ આપતી દેખાડવામાં આવી છે.’
આ ફિલ્મના ટ્રેલરથી ભૂમિ ખૂબ જ ચર્ચામાં આવી હતી. ટ્રેલરમાં તે તેના પતિ કાર્તિક આર્યનને કહે છે કે તેને સેક્સ ખૂબ જ પસંદ છે. આ ડાયલૉગને લઈને તે સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જ ચગી હતી. આ વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘તમે ટ્રેલરમાં વેદિકાને જોઈ હશે તો તમને ખબર પડશે કે તે અરૅન્જ મૅરેજ કરે છે, પરંતુ એમ છતાં તે કેટલી પૅશનેટ છે એ દેખાડવામાં ડરતી નથી. કોઈ પણ પાત્ર માટે આ ખૂબ જ એમ્પાવરિંગ ક્વૉલિટી હોય છે. વેદિકા તેના મગજમાં જે હોય એ જ કરે છે અને તેના પર કોઈ પણ કમેન્ટ કરવામાં આવે કે તેને જજ કરવામાં આવે એનાથી તેને કોઈ ફરક નથી પડતો હોતો.’
વેદિકાનું પાત્ર ભૂમિ માટે હંમેશાં દિલની નજીક રહેશે. આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘વેદિકા જે છે
એ છે અને અન્ય કોઈ વ્યક્તિ બનવાની તે કોશિશ પણ નથી કરતી. આજની યુવાન છોકરીઓ સાથે વેદિકા ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શક્શે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK