Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પતિ, પત્ની ઔર વો સેક્સિસ્ટ ફિલ્મ નથી : ભૂમિ પેડણેકર

પતિ, પત્ની ઔર વો સેક્સિસ્ટ ફિલ્મ નથી : ભૂમિ પેડણેકર

05 November, 2019 02:14 PM IST | Mumbai

પતિ, પત્ની ઔર વો સેક્સિસ્ટ ફિલ્મ નથી : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરનું માનવું છે કે ‘પતિ, પત્ની ઔર વો’ સેક્સિસ્ટ ફિલ્મ નથી. આ ફિલ્મ જેન્ડરની સમાનતા દેખાડશે. ફિલ્મને મુદસ્સર અઝીઝે ડિરેક્ટ કરી છે અને ટી-સીરીઝ તથા જુનો ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ ૧૯૭૮માં આવેલી ‘પતિ, પત્ની ઔર વો’ની રીમેક છે. આ ફિલ્મમાં સંજીવ કુમાર, વિદ્યા સિંહા અને રંજીતા જોવા મળી હતી. આ જ નામની રીમેક ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મારા મનમાં જે પણ શંકાઓ હતી એ દૂર થઈ ગઈ હતી. આ ફિલ્મ ખૂબ જ મજેદાર બની છે. સાથે જ ફિલ્મમાં મૂર્ખતાભર્યું કંઈ જ નથી. આ ફિલ્મમાં બન્ને જેન્ડરની વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં રિયલ લાઇફની જેમ કોઈને પણ ઓછા નથી આંકવામાં આવ્યા. મને લાગે છે કે મેકર્સે પણ એ વાતની ખાતરી રાખી છે કે ફિલ્મ સેક્સિસ્ટ કે પાયાવિહોણી બનાવવામાં ન આવે. મને નથી લાગતું કે ફિલ્મના કલાકારો અને જે પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા છીએ તેઓ એ વિષય સાથે સંબંધ રાખતા હોય. અમે ફિલ્મ બનાવતી વખતે એ વાતનું ખૂબ ધ્યાન રાખ્યુ હતું કે ફિલ્મમાં કોઈ પણ સેક્સિસ્ટ કમેન્ટ્સનો ઉમેરો કરવામાં ન આવે. મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને એ ખૂબ સુંદર લાગી હતી. આ એક એવો વિષય છે જે સરળતાથી અલગ દિશમાં જઈ શકે એમ હતો. જોકે મેકર્સે આ ફિલ્મને ખૂબ જ સંવેદનશીલતા અને કાળજીપૂર્વક બનાવી છે. હું એમ કહી શકું છું કે આ એક મોટી સિદ્ધિ છે.’

ફિલ્મની સ્ટોરી વિશે થોડી માહિતી આપતા ‌ડિરેક્ટર મુદસ્સર અઝીઝે કહ્યું હતું કે ‘હું મારી દરેક ફિલ્મોમાં મહિલાઓને વધુ મહત્ત્વ આપુ છું. આ ફિલ્મ પણ કંઈ અલગ નથી. ફિલ્મ રિલીઝ થશે તો લોકો અનુભવશે કે પતિની એક સ્થિતિ છે અને તેની પત્ની અને વો એ સ્થિતિને ઘરે ખેંચી લાવે છે.’



આ પણ વાંચો : બૉલીવુડની જેમ સાઉથના સ્ટાર્સના મોદી સાથે સેલ્ફી ન લેવા પર ઉઠ્યા સવાલ


ફારાહ ખાનની ફિલ્મમાં જોવા મળશે અનન્યા પાન્ડે?

ફારાહ ખાનની આગામી ફિલ્મમાં ચમકવાનો ચાન્સ અનન્યા પાન્ડેને મળ્યો હોય એવી શક્યતા છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અનન્યાની ‘પતિ, પત્ની ઔર વો’ ૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તે હાલમાં ઈશાન ખટ્ટર સાથે ‘ખાલી પિલી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે કરેલી પોસ્ટથી એ ચર્ચાને વેગ મળે છે કે તે ફારાહ ખાન સાથે કામ કરવાની છે. જોકે કઈ ફિલ્મ છે એ વિશે વધુ માહિતી મળી શકી નથી. ફારાહ ખાન સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનન્યાએ કૅપ્શન આપી હતી કે ‘તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. મારી નેક્સ્ટ ડિરેક્ટર.’


બની શકે કે ‘સત્તે પે સત્તા’ની રીમેકમાં અનન્યાને પસંદ કરવામાં આવી હોય.

Whatsapp-channel Whatsapp-channel

05 November, 2019 02:14 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK