Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લૉકડાઉનમાં મમ્મી પાસે કથક શીખી રહી છે ભૂમિ પેડણેકર

લૉકડાઉનમાં મમ્મી પાસે કથક શીખી રહી છે ભૂમિ પેડણેકર

15 May, 2020 05:29 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

લૉકડાઉનમાં મમ્મી પાસે કથક શીખી રહી છે ભૂમિ પેડણેકર

લૉકડાઉનમાં મમ્મી પાસે કથક શીખી રહી છે ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકર તેની મમ્મી પાસે આ લૉકડાઉનમાં કથક શીખી રહી છે. કોરોના વાઇરસને કારણે તમામ સ્ટાર્સ ઘરમાં છે અને તેમની પાસે કોઈ કામ ન હોવાથી તેઓ વિવિધ પ્રવૃત્તિઓ કરતા જોવા મળી રહ્યા છે. ભૂમિ પણ ફિટનેસની સાથે ગાર્ડનિંગમાં ઇન્ટરેસ્ટ લઈ રહી છે. જોકે હવે તે તેની મમ્મી પાસે કથક પણ શીખી રહી છે. તેની મમ્મી સુમિત્રા પેડણેકર પ્રોફેશનલી ટ્રેઇન્ડ ડાન્સર છે. આ વાતને પુષ્ટિ આપતાં ભૂમિએ કહ્યું હતું કે ‘મારે ઘણા લાંબા સમયથી કથક શીખવું હતું, કારણ કે મારી મમ્મી પણ ટ્રેઇન્ડ ડાન્સર છે. આથી દરરોજ સાંજે એક કલાક માટે હું મમ્મી પાસેથી કથક શીખું છું. મમ્મી ખૂબ જ એન્જૉય કરી રહી છે અને હું પણ તેની પાસેથી શીખીને ખુશ છું.’

કોરોના વાઇરસને કારણે બધું બંધ છે અને ક્યારે શૂટિંગ શરૂ થશે એની કોઈને નથી ખબર. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ મોટો સવાલ છે કે અમે ક્યારે કામ પર જઈશું અને કેવી રીતે કરીશું. આ વિશે ઘણી અનિશ્ચિતતા છે. અમારું તમામ શેડ્યુલ ખોરવાઈ ગયું છે અને અમે હાલમાં કંઈ પણ પ્લાનિંગ કરી શકીએ એમ નથી.’



આ લૉકડાઉનને કારણે ભૂમિએ તેની જૂની હૉબીમાં ફરી રસ લીધો છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘પહેલાં રીડિંગનો મને ખૂબ જ શોખ હતો, પરંતુ બૉલીવુડમાં એન્ટ્રી બાદ મને જરા પણ સમય નહોતો મળી રહ્યો. જોકે મારી પાસે હાલમાં સમય જ સમય છે અને હું એનો ભરપૂર ઉપયોગ કરી રહી છું. હું આ સાથે ટેડ ટૉક્સ જોઈ રહી છું અને ક્લાઇમેટ ચેન્જ વિશે પણ વાંચી રહી છું, કારણ કે એમાં મને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. મારા માટે આ સમય ઘણુંબધું શીખવાનો છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2020 05:29 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK