ભૂમિ પેડણેકરને ચાહકે લગ્ન માટે કર્યુ પ્રપોઝ, જવાબ જાણીને થઈ જશો હેરાન

Published: Nov 29, 2019, 15:18 IST | Mumbai

ભૂમિ હંમેશા પોતાની એક્ટિંગ સિવાય પોતાની વાતોથી દરેકને દિવાના બનાવી દે છે, આવું જ કઈ જોવા મળ્યું જ્યારે ભૂમિના એક ચાહકે એમને લગ્ન માટે પ્રપોઝ કર્યું જેનો ભૂમિએ ઘણો રસપ્રદ જવાબ આપ્યો.

ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકર

બૉલીવુડ ફિલ્મ 'દમ લગા કે હઈશા' જેવી ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગથી લોકોનું દિલ જીતી લેનારી એક્ટ્રેસ ભૂમિ પેડણેકર જલદી જ કાર્તિક આર્યનની સાથે ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'માં નજર આવવાની છે. ભૂમિ હંમેશા પોતાની એક્ટિંગ સિવાય પોતાની વાતોથી દરેકને દિવાના બનાવી દે છે, આવું જ કઈ જોવા મળ્યું જ્યારે ભૂમિના એક ચાહકે એમને લગ્ન માટે પ્રપોઝ કર્યું જેનો ભૂમિએ ઘણો રસપ્રદ જવાબ આપ્યો.

થોડા દિવસ પહેલા બાલા ફિલ્મ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરના એક ચાહકે એને લગ્ન માટે પ્રપોઝ કરતા લખ્યું, હેલો ખૂબસુરત મૅમ, હું તમારી તસવીરોને જોયા વગર એક દિવસ પણ નથી રહી શકતો, તમે ઘણા સુંદર છો, તમે એક સામાન્ય છોકરી નહીં એક સેલિબ્રિટી થો, કેટલો પણ પ્રેમ કરું પરંતુ હવે કોઈ ચાન્સ જ નથી.

 

 

આ ટ્વીટનો સાંડ કી આંખ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરે મોટી સહજતાથી જવાબ આપ્યો છે જેને જોઈને તમે પણ એની સમજદારીના વખાણ કરશો. ભૂમિએ પોતાના ઑફિશિયલ ટ્વીટર અકાઉન્ટથી આ ફૅનને લખ્યું છે, સેલિબ્રિટી કે નો સેલિબ્રિટી લગ્નના માટે હવે ચાન્સ ઓછો છે, પણ હું તમને પોતાનાથી દૂર નહીં થવા દઉં, હું મોટી સ્ક્રીન પર જેટલું મારાથી શક્ય હશે એટલી હું વધારે દેખાતી રહીશ. ચોક્કસ ભૂમિના આ રિપ્લાઈથી ફૅનનો દિવસ બની ગયો હશે.

 

 

તમને જણાવી દઈએ કે ભૂમિ પેડણેકર આયુષ્માન ખુરાના અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ બાલામાં નજર આવી ચૂકી છે. આના પહેલા તે તાપસી પન્નુ અને ભૂમિની ફિલ્મ સાંડ કી આંખમાં શૂટ દાદીના રોલમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : દિશા પટણીના બ્લેક બિકિની ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

6 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'માં પણ ભૂમિ પેડણેકર, કાર્તિક આર્યન, અને અનન્યા પાન્ડેની સાથે સ્ક્રીન શૅર સ્કીન શૅર કરતા નજર આવવાની છે. આ ફિલ્મ વર્ષ 1978માં આવેલી બી આર ચોપડાની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'ની રિમેક છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK