Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્પૉટબૉયને વૅનિટી વૅનનો બિઝનેસ શરૂ કરવા પ્રેરણા આપી ભૂમિએ

સ્પૉટબૉયને વૅનિટી વૅનનો બિઝનેસ શરૂ કરવા પ્રેરણા આપી ભૂમિએ

04 February, 2020 12:33 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સ્પૉટબૉયને વૅનિટી વૅનનો બિઝનેસ શરૂ કરવા પ્રેરણા આપી ભૂમિએ

ભૂમિ પેડણેકર સાથે સ્પૉટબૉય

ભૂમિ પેડણેકર સાથે સ્પૉટબૉય


ભૂમિ પેડણેકરે હાલમાં તેના સ્પૉટબૉય ઉપેન્દ્ર સિંહને એક બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યો છે. ગયા વર્ષે ભૂમિની ફિલ્મોએ બૉક્સ-ઑફિસ પર લગભગ ૩૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે પણ તે તેની ફિલ્મોને લઈને ખૂબ જ વ્યસ્ત છે. આ વ્યસ્તતા વચ્ચે પણ તે તેની ટીમનું ધ્યાન રાખતી જોવા મળી છે. આ વિશે ભૂમિ કહે છે, ‘ઉપેન્દ્રજી છેલ્લાં ચાર વર્ષથી મારી સાથે કામ કરી રહ્યા છે. મારી કરીઅરની શરૂઆત મેં તેમની સાથે કરી હતી અને તેઓ મારા માટે ફૅમિલી જેવા છે. ‘સાંડ કી આંખ’ માટે અમે જ્યારે ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે મને એક આઇડિયા આવ્યો હતો અને મેં તેમને આ બિઝનેસ શરૂ કરવા માટે કહ્યું હતું. તેમને સમજ નહોતી પડી રહી હતી કે તેઓ ક્યાંથી બિઝનેસની શરૂઆત કરે. જોકે તેઓ હંમેશાં તેમના પરિવાર માટે કોઈ બિઝનેસ શરૂ કરવા માગતા હતા.’

ભૂમિના પ્રોત્સાહન બાદ ઉપેન્દ્ર સિંહે બિઝનેસ શરૂ કર્યો હતો. તેમણે પહેલી વૅનિટી વૅન ભૂમિ માટે બનાવી હતી. આ વિશે ભૂમિનું કહેવું છે કે ‘લાઇફમાં દરેક વ્યક્તિને ચાન્સ મળવો જોઈએ. મારી લાઇફમાં તેમણે ઘણું યોગદાન આપ્યું છે અને મારાથી બનતા તમામ પ્રયાસ હું તેમને માટે કરીશ. તેમના દીકરા આકાશના નામ પરથી તેમણે આકાશ વૅનિટી કંપનીની શરૂઆત કરી છે અને પહેલી વૅન મારા માટે બનાવી છે. મને તેમના પર ખૂબ ગર્વ છે. આશા રાખું છું કે એક વૅનિટીથી શરૂ થયેલી આ સફર ૧૦૦ વૅનિટી સુધી જાય. તેઓ વધુમાં વધુ વૅનિટી વૅન બનાવીને પ્રોડક્શન-હાઉસને ભાડે આપવા પર વિચાર કરી રહ્યા છે.’



આ પણ વાંચો : ફિલ્મ ફેર અવૉર્ડ જીતવાની દરેક કલાકારની ઇચ્છા હોય છે : વિદ્યા બાલન


આ વિશે ઉપેન્દ્ર સિંહ કહે છે, ‘મેં ઘણા સમયથી વૅનિટી વૅનનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યું હતું. જોકે ભૂમિદીદીએ જ્યારે મને મોટિવેટ કર્યો ત્યારે મેં કંપની શરૂ કરવાનું નક્કી કરી લીધું હતું. વૅનિટી વૅન વેન્ડર બનવાનો મારો ભવિષ્યનો પ્લાન છે અને દીદીના સપોર્ટથી મેં આ બિઝનેસ શરૂ કર્યો છે. દીદીની દરેક ફિલ્મ હિટ રહે એવી હું પ્રાર્થના કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2020 12:33 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK