Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બીચ પર ન્યુ યર સેલિબ્રેટ કરતી ભૂમિ પેડણેકર

બીચ પર ન્યુ યર સેલિબ્રેટ કરતી ભૂમિ પેડણેકર

02 January, 2020 12:14 PM IST | Mumbai

બીચ પર ન્યુ યર સેલિબ્રેટ કરતી ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરે બીચ સેલિબ્રેશન દ્વારા ન્યુ યરને આવકાર્યું હતું. તે ન્યુ યરના સેલિબ્રેશન માટે તેના નજીકના વ્યક્તિઓ સાથે ફરવા ગઈ છે. તે ક્યાં ગઈ છે એ વિશે હજી સુધી તેણે જણાવ્યું નથી, પરંતુ તે સોશ્યલ મીડિયા પર ફોટો અને વિડિયો શૅર કરી રહી છે. બિકીનીમાં ફોટો શૅર કરીને ભૂ‌િમએ લખ્યું હતું કે આગામી દાયકા માટે મારું આ મૂડ છે.

આ ફોટો પહેલાં પાણીમાં મસ્તી કરતો એક વિડિયો શૅર કરી ભૂમીએ લખ્યું હતું કે ‘લાઇફમાં યાદગાર પળોને માણવી જોઈએ અને પાછલા દાયકામાં મને આવી ઘણી યાદો મળી છે. હું આજે જેટલી પણ સ્ટ્રૉન્ગ એ મને લાઇફમાં મળેલા અનુભવો દ્વારા બની છું. હું જેમને પ્રેમ કરતી હતી એવા ઘણાં લોકો આ દાયકામાં મને છોડીને જતી રહ્યાં છે અને તેમની જગ્યાં કોઈ નહીં લઈ શકે. જોકે મને મારા સપનાઓને પૂરા કરવાની પણ તક મળી છે. આ દાયકાએ મને તમારો (ફૅમિલી એટલે કે ચાહક) સાથ આપ્યો છે, જેઓ સતત મારા પર પ્રેમ વરસાવી રહ્યાં છે. મારી લાઇફમાં મને એન્જલ્સ કહીં શકાય એવા પણ વ્યક્તિ મળ્યાં છે જે માટે હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. હું મારાથી શક્ય હોય એ દરેક રીતે મારા સપનાને પૂરા કરી રહી છું. મારો પરિવાર ખૂબ જ ખુશ અને હેલ્ધી હોવાથી હું પોતાને નસીબદાર માનું છું. આવતો દાયકો આનાથી પણ વધુ ખુશીઓ લઈને આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 12:14 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK