Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરી એકવાર આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાના દેખાશે એકસાથે...

ફરી એકવાર આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાના દેખાશે એકસાથે...

04 January, 2020 05:45 PM IST | Mumbai Desk

ફરી એકવાર આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાના દેખાશે એકસાથે...

ફરી એકવાર આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાના દેખાશે એકસાથે...


બોલીવુડની ટેલેન્ટેડ સ્ટાર્સમાં મોખરે ભૂમિ પેડણેકર અને આયુષ્માન ખુરાનાએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્નેની જોડી પડદા પર ચાહકો ખૂબ જ પસંદ કરે છે. બન્નેએ ઘણી બધી હિટ ફિલ્મો આપી છે. જણાવીએ કે ભૂમિ પેડણેકરે અત્યાર સુધીના પોતાના કરિઅરમાં સતત 6 સુપરહિટ ફિલ્મો આપી છે. આયુષ્માન ખુરાનાની પણ ફિલ્મો કમાણીના મામલે બૉક્સ ઑફિસ પર છવાયેલી રહે છે. તો જો તમે આ બન્ને સ્ટાર્સની જોડીને એક સાથે ફિલ્મોમાં જોવું પસંદ કરો છો તો તમારી માટે એક ગુડ ન્યૂઝ છે. જણાવીએ કે ફરી એકવાર આ સુપરહિટ જોડી એક ફિલ્મમાં સાથે દેખાવા માટે હાથ મેળવી ચૂકી છે.




સમાચાર પ્રમાણે તો ભૂમિ પેડણેકરે એકવાર ફરીથી આયુષ્માન ખુરાનાની સાથે કામ કરવા માટે હા કહી દીધી છે. બન્ને એકવાર ફરી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'માં સ્ક્રીન શૅર કરતાં દેખાશે. જણાવીએ કે 'શુભ મંગલ સાવધાન'માં ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ ભૂમિ ફિલ્મના બીજા ભાગમાં સામેલ થઈને ફ્રેંચાઇઝી સાથે પોતાની પાર્ટનરશિપ જાળવી રાખશે.

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ


રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મના બીજા ભાગમાં ભૂમિ છેલ્લી ફિલ્મની તુલનામાં ખૂબ જ અલગ હશે. આ ફિલ્મના પ્રૉડ્યૂસર આનંદ એલ. રૉય છે. હિતેશ કેવલ્ય દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 21 ફેબ્રુઆરીના રિલીઝ થશે. આનંદ એલ. રૉયે તાજેતરમાં જ આઇએએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "ભૂમિ 'શુભ મંગલ સાવધાન' પરિવારનો ભાગ છે અને તેના વગર અમે 'શુભ મંગલ જ્યાદા સાવધાન' બનાવવા વિશે વિચારી પણ નથી શકતા. ફિલ્મમાં તે વિશેષ ભૂમિકામાં દેખાશે અને ફિલ્મમાં તેના હોવાને લઈને અમે ખૂબ જ ખુશ છીએ."

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 05:45 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK