મારી મમ્મી મારું ગુપ્ત શસ્ત્ર છે : ભૂમિ
મુંબઈ : ભૂમિ પેડણેકર માટે તેની મમ્મી સુમિત્રા એક સીક્રેટ વેપન છે. પચીસ ઑક્ટોબરે રિલીઝ થનારી ‘સાંડ કી આંખ’માં ભૂમિ પેડણેકર અને તાપસી પન્નુ જોવા મળશે. આ ફિલ્મ વૃદ્ધ શાર્પશૂટર્સના જીવન પર આધારિત છે. તાપસી શાર્પશૂટર ચન્દ્રો તોમરની ભૂમિકામાં અને ભૂમિ પેડણેકર પ્રકાશી તોમરની ભૂમિકામાં જોવા મળવાની છે. પોતે ભજવેલા પાત્રના હરિયાણાની ભાષાના યોગ્ય ઉચ્ચારણ માટે ભૂમિએ તેની મમ્મી પાસે ટ્રેઇનિંગ લીધી હતી. સાથે જ જોહરી ગામમાં શૂટિંગ વખતે પણ તે તેની મમ્મીને સાથે લઈ ગઈ હતી. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘મારી મમ્મી હરિયાણાની હોવાથી ત્યાંની સંસ્કૃતિ વિશે તે બરાબર જાણે છે. ફિલ્મના શૂટિંગ અને ડબિંગ દરમ્યાન મેં તેમની મદદ લીધી હતી. મારી મમ્મી જ મારું સીક્રેટ વેપન છે. મારા પાત્રને સચોટતાથી ભજવવા માટે તેમણે મારી મદદ કરી હતી. તેમણે મને ઉચ્ચારણ શીખવાડવાની સાથે જ બૉડી-લૅન્ગ્વેજ શીખવી હતી. ચન્દ્રો દાદીના પાત્રને સચોટતાથી ભજવવા માટે તેમણે મને ભરપૂર માર્ગદર્શન પૂરું પાડ્યું છે.’