હું પોતાની જાતને જ્યારે સર્વોપરી ગણીશ ને લોકોને ઊતરતા ગણીશ ત્યારે મારો અંત આવી જશે : ભૂમિ

Published: Dec 06, 2019, 10:15 IST | Mumbai

હું આજે જે સ્થાને પહોંચી છું એના માટે આ દરેકે ખૂબ યોગદાન આપ્યું છે. સારા અને ખરાબ એમ બન્ને દિવસોમાંથી આપણે પસાર થવાનું હોય છે. માઠા દિવસોમાંથી જ આપણે ઘણુંબધું શીખીએ છીએ. જોકે સારા દિવસો આવે ત્યારે ઓવરકૉન્ફિડન્સમાં વહી ન જવું.

ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર માને છે કે જે દિવસે તે એમ માનવા લાગશે કે તે જ સુપિરિયર છે અને લોકો નાસમજ છે એ દિવસે તેની પડતી શરૂ થઈ જશે. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે તેની આસપાસ એવા લોકો છે જે તેને મળેલી સફળતા અને નામનાથી તેને અહંકારી બનતાં અટકાવે છે. આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હું નસીબદાર છું કે મને વિનમ્ર કૅરૅક્ટર્સ ભજવવા મળ્યાં છે. સ્ક્રીન પર હું જેવી વ્યક્તિ છું એવી હું રિયલ લાઇફમાં નથી. એની પાછળનું કારણ એ છે કે મારી આસપાસ એવા લોકો છે જે મારા મૂળ સ્વભાવ પરથી મને હટવા નથી દેતા. પ્રોફેશનલી વાત કરું તો મારા મૅનેજર, હેર-મેકઅપ ટીમ દરેક એ વાતની ખાતરી રાખે છે. અમારી વચ્ચે એવા પ્રકારના સંબંધો છે. જે દિવસે મારી આસપાસ માત્ર જીહજૂરી કરતા લોકો હશે, હું પોતાની જાતને સર્વોપરી ગણવા લાગીશ અને જ્યારે મને એમ લાગ્યું કે મારી આજુબાજુના લોકો નાસમજ છે એ દિવસે મેં જે રીતે મારી સુંદર જર્નીની શરૂઆત કરી હતી એનો પણ અંત આવી જશે. આ માત્ર મારી એકલીની જ જર્ની નથી, આ તો મારી મમ્મીની, બહેનની, ફૅમિલીની અને ફ્રેન્ડ્સની છે. હું આજે જે સ્થાને પહોંચી છું એના માટે આ દરેકે ખૂબ યોગદાન આપ્યું છે. સારા અને ખરાબ એમ બન્ને દિવસોમાંથી આપણે પસાર થવાનું હોય છે. માઠા દિવસોમાંથી જ આપણે ઘણુંબધું શીખીએ છીએ. જોકે સારા દિવસો આવે ત્યારે ઓવરકૉન્ફિડન્સમાં વહી ન જવું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK