લૉકડાઉન દરમ્યાન 'ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે'ના પાત્ર વચ્ચેની સમાનતાનો અહેસાસ થયો ભૂમિને

Published: May 22, 2020, 11:42 IST | Harsh Desai | Mumbai

ભૂમિની ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ને અલંક્રિતા શ્રીવાસ્તવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે

લૉકડાઉન દરમ્યાન ભૂમિ પેડણેકરને તેની ફિલ્મના પાત્ર વચ્ચેની સમાનતાની જાણ થઈ છે. ભૂમિની ‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ને અલંક્રિતા શ્રીવાસ્તવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને એ ફિલ્મનાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણાં વખાણ કરવામાં આવ્યાં છે. ભૂમિ હાલમાં લૉકડાઉન દરમ્યાન તેના જૂના ઘરની સાફસફાઈ કરી રહી હતી ત્યારે તેને આ વાતનો અહેસાસ થયો હતો. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હમણાં એટલો બધો સમય છે કે તમે તમારી મરજી મુજબ એનો સારી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. ટાઇમની સાથે મગજનો પણ યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. હું મારા જૂના ઘરમાં એક પેટીની સફાઈ કરી હતી જેમાં મને મારો જૂનો સામાન મળ્યો હતો. મને મારી સ્કૂલની સ્ક્રૅપબુક મળી હતી. તેમ જ મને મારી ઍક્ટિંગ કૉલેજની મારા પહેલા ઑડિશનની ડીવીડી પણ મળી છે. તેમ જ મેં લખેલી મારી પહેલી સ્ક્રિપ્ટ પણ મને મળી છે. આ બધું મારા માટે જૂની યાદોને વાગોળવા જેવું હતું. ‘ડૉલી કિટ્ટી ઓર વો ચમકતે સિતારે’માં મારું પાત્ર પણ આવું જ હતું. તે પણ તેની સ્ક્રૅપબુક સાથે જોવા મળતી હતી. અમારા બે વચ્ચેની આ સમાનતાની મને હમણાં ખબર પડી છે. એક ઍક્ટર તરીકે તમે ઘણી વાર તમારી જૂની યાદોને ફરી જીવી શકો છો અને એથી જ મને સિનેમા ખૂબ જ ગમે છે.’

લૉકડાઉન દરમ્યાનના જીવન વિશે પૂછવામાં આવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘પહેલું અઠવાડિયું ખૂબ જ વિચિત્ર રહ્યું હતું. મારો રૂમ રોડસાઇડ છે એટલે અવાજ હંમેશાં આવતો હોય છે, પરંતુ આજકાલ એ એકદમ સાઇલન્ટ છે અને ફક્ત પક્ષીનો અવાજ આવે છે. પહેલું અઠવાડિયું થોડું પાગલ કરી નાખનારું હતું. તેમ જ આપણે પણ ફક્ત વાઇરસ વિશે જ વાત કરતા હતા, પરંતુ હવે આપણે એની સાથે કેવી રીતે ડીલ કરવું એ જાણીએ છીએ. મને મારું ઘર અને રૂમ શણગારવો ગમે છે. તેમ જ હું મ્યુઝિક ચલાવતી રહી છું અને મીણબત્તી પણ સળગાવતી હોઉં છું. સાંજે છ વાગ્યા પછી હું ઘરની કમાન મારા હાથમાં લઈ લઉં છું, કારણ કે મને પૉઝિટિવ રહેવું અને પૉઝિટિવિટી ફેલાવવી ગમે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK