કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર Bhool Bhulaiyaa 2નું શૂટિંગ થયું શરૂ

Published: Oct 09, 2019, 15:46 IST | મુંબઈ

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ભૂલભુલૈયા 2નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

ભૂલ ભુલૈયા-2
ભૂલ ભુલૈયા-2

અભિનેતા કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા-2માં અક્ષય કુમારનો રોલ કરવા માટે તૈયાર છે. અનીસ બઝ્મીની આ ફિલ્મ શરૂઆતથી ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેનો ફોટો કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ફોટોમાં બંનેએ ફ્લેપ બૉર્ડ પકડ્યું છે, જેના પર ફિલ્મનું નામ લખ્યું છે. એટલે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે.

 
 
 
View this post on Instagram

शुभारंभ! #BhoolBhulaiyaa2 🙏🏻 💀🔥 @kiaraaliaadvani 🤫🎬 @aneesbazmee @bhushankumar @muradkhetani

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onOct 8, 2019 at 11:25pm PDT


શુભારંભ, ભૂલ ભુલૈયા-2
કાર્તિક આ પોસ્ટમાં બ્લૂ હુડી અને કિયારા ટ્રેડિશનલ ડ્રેસમાં નજર આવી રહ્યા છે. બંને હસતા જોવા મળી રહ્યા છે. આ કેપ્શનમાં કાર્તિક આર્યને લખ્યું છે કે, શુભારંભ, ભૂલ ભુલૈયા-2. હાલમાં જ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની વધુ એક તસવીર સામે આવી હતી. જેમાં બંને કલાકારો નિર્દેશક અનીસ બઝમી સાથે છે. ત્યાં જ વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન, પતિ પત્ની ઔર વો અને આજકાલ પાઈપલાઈનમાં છે. પતિ, પત્ની ઔર વોની શૂટિંગ હાલમાં પુર્ણ થયું છે. ત્યાં જ બીજી તરફ કિયારા અડવાણી લક્ષ્મી બમ, શેરશાહ અને ગુડ ન્યૂઝમાં કામ કરી રહ્યા છે. નિર્દેશક અનીસ બઝ્મીની મલ્ટી સ્ટારર ફિલ્મ પાગલપંતીનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મમાં જૉન અબ્રાહમ, અરશદ વારસી, અનિલ કપૂર, ઈલિયાન ડીક્રૂઝ અને પુલકિત સમ્રાટ નજર આવશે. આ ફિલ્મ 8 નવેમ્બરે રીલિઝ થશે.

આ પણ જુઓઃ 'મેઈડ ઈન ચાઈના' છે મેઈડ બાય ગુજરાતીઝ..જાણો કોણ કોણ છે ફિલ્મ સાથે જોડાયેલું!

ભૂલ ભૂલૈયાની સીક્વલ
ભુલ ભૂલૈયા-2 2007માં આવેલી ફિલ્મ ભૂલ ભુલૈયાની સિક્વલ છે. પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, અમીષા પટેલ, શાઈની આહુજા અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતા. અક્ષય કુમારે સાઈકિયાટ્રિસ્ટની ભૂમિકા નિભાવી હતી. એટલે ચાહકોને ભૂલ ભુલૈયા-2ની આતુરતાથી રાહ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK