Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'ભૂલ ભૂલૈયા 2'માં આવા દેખાશે કાર્તિક આર્યન, ફર્સ્ટ લૂક જાહેર

'ભૂલ ભૂલૈયા 2'માં આવા દેખાશે કાર્તિક આર્યન, ફર્સ્ટ લૂક જાહેર

19 August, 2019 11:27 AM IST | મુંબઈ

'ભૂલ ભૂલૈયા 2'માં આવા દેખાશે કાર્તિક આર્યન, ફર્સ્ટ લૂક જાહેર

આવા દેખાશે કાર્તિક આર્યન

આવા દેખાશે કાર્તિક આર્યન


કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'નું પોસ્ટ રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતા જ એ ખુલાસો પણ થયો છે કે આ ફિલ્મમાં અક્ષયકુમાર નહીં પણ કાર્તિક આર્યન લીડ રોલમાં દેખાશે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચર્ચા હતી કે ભૂલભૂલૈયામાં લીડ રોલ કરનાર અક્ષય કુમાર ભૂલ ભૂલૈયા 2માં પણ મુખ્ય પાત્ર ભજવશે. પરંતુ ફિલ્મનું પોસ્ટર સામે આવતા જ તમામ સ્પષ્ટતા થઈ ચૂકી છે.

kartik aayran



કાર્તિક આર્યને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મના ત્રણ પોસ્ટર શૅર કર્યા છે. પહેલા બે પોસ્ટર્સમાં તેમનો ચહેરો દેખાઈ રહ્યો છે. પહેલા પોસ્ટરમાં કાર્તિક આર્યન સોફા પર બેઠા છે, અને તેમની પાછળ 2 મીણબત્તી સળગતી દેખાઈ રહી છે. જો તમે ફોટોને ધ્યાનથી જોશો તો કાર્તિક આર્યનની પાછળ એક પેઈન્ટિંગ દેખાઈ રહ્યું છે, જેમાં ભૂલ ભૂલૈયામાં દેખાનારી ડાન્સર દેખાઈ રહી છે. જેનું પાત્ર વિદ્યા બાલને ભજવ્યું હતું. તો બીજા પોસ્ટરમાં કાર્તિક આર્યન ખોપરી અને હાડપિંજર વચ્ચે સૂતેલા દેખાઈ રહ્યા છે.



ત્રીજા પોસ્ટરમાં કાર્તિક આર્યન દરવાજાની બહાર જોતા દેખાઈ રહ્યા છે. આ ત્રણેય પોસ્ટર પરથી એક વાત તો નક્કી છે કે પહેલી ફિલ્મની જેમ આ ફિલ્મ પણ હૉરર કોમેડી જ હશે. કાર્તિકના લૂકની વાત કરીએ તો તેમનો લૂક ભૂલભૂલૈયાના અક્ષય કુમાર જેવો જ છે.

આ પણ વાંચોઃ મોન્ટુની બિટ્ટુ-મળો બિટ્ટુની હરખપદુડી પાડોશી 'સૌભાગ્યલક્ષ્મી'ને...

ઉલ્લેખનીય છે કે 2007માં રિલીઝ થયેલી ભૂલભૂલૈયામાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, શાઈની આહુજા અને અમીષા પટેલ લીડ રોલમાં હતા. આ ફિલ્મ મલયાલમ ફિલ્ની રિમેક હતી. ભૂલભૂલૈયા સિલ્વર સ્ક્રીન પર સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મના ડાઈલોગ અને અક્ષયકુમારનું પાત્ર લોકોને આજે પણ યાદ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 11:27 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK