Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ભોજપુરી ઍક્ટ્રેસ રાની ચૅટરજીએ સાઇન કરી પહેલી વેબ-સિરીઝ

ભોજપુરી ઍક્ટ્રેસ રાની ચૅટરજીએ સાઇન કરી પહેલી વેબ-સિરીઝ

01 April, 2020 03:34 PM IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભોજપુરી ઍક્ટ્રેસ રાની ચૅટરજીએ સાઇન કરી પહેલી વેબ-સિરીઝ

રાની ચૅટરજી

રાની ચૅટરજી


કોરોનાને કારણે આજે જ્યારે દેશભરમાં લૉકડાઉન છે એવા સમયે કેટલાક ઍક્ટર્સ એવા પણ છે જેમણે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પોતાનું કામ આગળ ધપાવ્યું છે. કામ આગળ વધારવામાં જો અત્યારે કોઈ નામ સૌથી પહેલું યાદ આવે તો એ નામ છે ભોજપુરી સુપરસ્ટાર રાની ચૅટરજીનું. રાની ચૅટરજીને ઉલ્લુ ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા એક વેબ-સિરીઝ ઑફર કરવામાં આવી, પણ એ પછી તરત જ લૉકડાઉન થતાં બધાં કામ અટકી ગયાં અને રાની સહિત પ્રોડ્યુસર પણ પોતપોતાના ઘરમાં લૉક થઈ ગયા. આવા સમયે રાનીએ જ રસ્તો કાઢ્યો અને તેણે વિડિયો-કૉલનો ઉપયોગ કરીને એ વેબ-સિરીઝનું નેરેશન સાંભળ્યું અને એ પછી તેણે એ વેબ-સિરીઝ સાઇન પણ કરી.

રાની કે ઉલ્લુનું કોઈ કામ અટક્યું નથી. પ્રોજેક્ટ સાઇન કરવાનાં પેપર્સ પણ તેને મેઇલથી મળ્યાં અને તેણે ડિજિટલ સાઇનથી પ્રોજેક્ટ સાઇન કર્યો. સાઇનિંગ અમાઉન્ટનું પેમેન્ટ પણ ઑનલાઇન ટ્રાન્સફર થયું અને બધાં કામ સહજ રીતે પૂરાં થયાં. વેબ-સિરીઝનું કામ આવતા મહિનાથી શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 03:34 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK