કલર્સની ‘નમક ઇશ્ક કા’માં ભોજપુરી ઍક્ટર આદિત્ય ઓઝાને પસંદ કરવામાં આવ્યો છે. આ શોમાં એક ડાન્સર એટલે કે નચનિયાનું પાત્ર ભજવતી ચમચમની સ્ટોરી રજૂ કરવામાં આવી છે જેનો લોકો તિરસ્કાર કરતા હોય છે. પરંતુ તેનાં લગ્ન મુંબઈની એક ખૂબ જ સારી ફૅમિલીમાં થાય છે. આ શોમાં આદિત્ય ચમચમના પતિ યુગ પ્રતાપ સિંહના લીડ પાત્રમાં જોવા મળશે. યુગ ભગવાન શંકરનો ભક્ત હોય છે અને તે તેની ફૅમિલીના ટ્રેડિશન અને કલ્ચરને ફૉલો કરતો હોય છે. પ્રેમથી ડરતો હોવાથી યુગનું દિમાગ જ તેના દિલને પણ કન્ટ્રોલ કરતું હોય છે. જોકે તે ચમચમને મળે છે અને ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન આવે છે. આ વિશે આદિત્યએ કહ્યું હતું કે ‘ટીવીમાં કામ કરવાનો મેં કોઈ ચોક્કસ વિચાર નહોતો કર્યો, પરંતુ જો એ શક્ય બન્યું તો મારે એવા શોમાં કામ કરવું હતું જે એકદમ અલગ હોય. આ શોની સ્ક્રિપ્ટ અને પાત્ર ખૂબ જ અલગ છે. ‘નમક ઇશ્ક કા’ દ્વારા મારી પાત્ર ભજવવાની ઇચ્છા પૂરી થઈ છે અને હું એને લઈને ખુશ છું.’
મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 ISTથૅન્ક ગૉડ, લોકો સાયકોલૉજિકલ થ્રિલર્સ જોતા થયા
15th January, 2021 08:47 IST