Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વેદિતાએ તેના બૉયફ્રેન્ડ એરોન સાથે અમેરિકામાં કરી લીધાં લગ્ન

વેદિતાએ તેના બૉયફ્રેન્ડ એરોન સાથે અમેરિકામાં કરી લીધાં લગ્ન

12 January, 2021 04:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેદિતાએ તેના બૉયફ્રેન્ડ એરોન સાથે અમેરિકામાં કરી લીધાં લગ્ન

વેદિતાએ તેના બૉયફ્રેન્ડ સાથે

વેદિતાએ તેના બૉયફ્રેન્ડ સાથે


‘ભિંડી બજાર’માં જોવા મળેલી વેદિતા પ્રતાપ સિંહે તેના લૉન્ગ-ટાઇમ બૉયફ્રેન્ડ એરોન એડવર્ડ સેલ સાથે અમેરિકાની લેક કાઉન્ટી કોર્ટમાં લગ્ન કરી લીધાં છે. કોરોનાને કારણે માત્ર નજીકના ફૅમિલી મેમ્બર્સે જ હાજરી આપી હતી. વેદિતાએ ફિલ્મો ઉપરાંત કેટલીક સિરિયલ્સ જેવી કે ‘ત્રિદેવિયાં’, ‘સાવધાન ઇન્ડિયા’ અને ‘સુપરકૉપ્સ વર્સસ સુપરવિલન્સ’માં પણ કામ કર્યું હતું. લગ્નના ફોટો વેદિતાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. વેદિતા ચૅનલ વીનો ઇન્ડિયાઝ હૉટેસ્ટ 2008-09 સીઝનનો ખિતાબ જીતીને ચર્ચામાં આવી હતી. તે નૅશનલ સ્વિમિંગ ચૅમ્પિયન છે. તેણે કાદર ખાનના એક પ્લે ‘તાશ કી પત્તી’માં કામ કર્યું હતું. આ પ્લે દુબઈમાં પણ દેખાડવામાં આવ્યું હતું. લગ્ન બાદ વેદિતાએ કહ્યું હતું કે ‘હું મારી લાઇફ તેની સાથે શરૂ કરવા માટે ઉત્સુક છું. આટલાં વર્ષોથી લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એ બદલ હું સૌની આભારી છું. અમારી આ નવી જર્ની માટે અમને તમારા સૌની શુભેચ્છાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 January, 2021 04:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK