કૉમેડીમાં અવ્વલ તારક મેહતા શૉ, 12 વર્ષમાં આ સ્ટાર્સે છોડ્યો

Published: Jul 28, 2020, 20:41 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમણે શૉને અલવિદા કહી દીધું છે. તો જાણીએ એવા સ્ટાર્સ વિશે...

નિધિ ભાનુશાલી સાથે ભવ્ય ગાંધી
નિધિ ભાનુશાલી સાથે ભવ્ય ગાંધી

તારક મેહતા કા ઊલ્ટા ચશ્માએ 12 વર્ષથી ચાહકોમાં પોતાનું એક આગવું સ્થાન જાળવી રાખ્યું છે . શૉમાં મસ્તી-મજાકની સાથે સાથે સોશિયલ મેસેજ પણ આપવામાં આવે છે. શૉમાં નવી નવી સ્ટોરીઝ બિલ્ડઅપ કરવામાં આવે છે અને પછી હેપ્પી એન્ડિંગ સાથે પૂરી કરવામાં આવે છે. દરેક સ્ટોરી ચાહકોને ખૂબ જ હસાવે છે. તેથી નવા સ્ટાર્સની એન્ટ્રી પણ થાય છે, પણ તે માત્ર એકાદ પ્લૉટ માટે હોય છે, આ સિવાય શૉમાં કેટલાક ચોક્કસ પાત્રો છે. જે 12 વર્ષથી શૉમાં જળવાયેલા છે. આ પાત્રો ભજવનારા સ્ટાર્સ પણ શૉમાં ચાહકોને 12 વર્ષથી એન્ટરટેઇન કરી રહ્યા છે. પણ આમાંથી કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમણે શૉને અલવિદા કહી દીધું છે. તો જાણીએ એવા સ્ટાર્સ વિશે...

મોનિકા ભદોરિયા
મોનિકા ભદોરિયા શૉમાં બાવરીના રોલમાં હતી. 'ગલતી સે મિસ્ટેક હો ગઈ' ડાયલૉગ ખૂબ જ ફેમસ થયો હતો. શૉમાં તેમનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું. પણ મોનિકાએ હવે આ શૉ છોડી દીધો છે. અત્યાર સુધી તેનું સ્થાન અન્ય કોઇએ લીધું નથી. હવે એ જોવાનું છે કે બાવરીના પાત્રને કોણ સારી રીતે એડૉપ્ટ કરી શકે છે.

ભવ્ય ગાંધી
ભવ્ય ગાંધી શૉમાં ટપુના પાત્રમાં હતો. ટપુના પાત્રને ભવ્યએ જબરજસ્ત રીતે એડૉપ્ટ કર્યું હતું. ભવ્ય શૉની જાન બની ગયો હતો. ઘણાં સમય સુધી ભવ્ય શૉનો ભાગ રહ્યો. પણ ગુજરાતી ફિલ્મો માટે તેણે શૉ છોડી દીધો. હવે ભવ્યની જગ્યા શૉમાં રાજ અનડકટે લઈ લીધી છે. તે પણ ઘણો લોકપ્રિય થયો છે.

ઝીલ મેહતા અને નિધિ ભાનુશાલી
ઝીલ મેહતા શૉમાં સોનાલિકા ભિડે (સોનુ)નું પાત્ર ભજવતી હતી. ઝીલ તારક મેહતા શૉમાં 9 વર્ષની ઉંમરથી જોડાઇ હચી અને 14 વર્ષ સુધી શૉનો ભાગ રહી. ત્યાર બાદ નિધિ ભાનુશાલીએ ઝીલ મેહતાને શૉમાં રિપ્લેસ કરી. તે ગુજરાતથી બિલૉન્ગ કરતી હતી. પણ નિધિએ પણ શૉ છોડી દીધો અને હવે શૉમાં સોનુનું પાત્ર પલક સિધવાની ભજવી રહી છે.

ગુરુચરણ સિંહ સોઢી અને જેનિફર મિસ્ત્રી
શૉમાં ગુરુચરણ સિંહ સોઢી અને જેનિફર મિસ્ત્રી શૉમાં મિસ્ટર અને મિસિસ રોશન સિંહ સોઢીના પાત્ર ભજવતાં હતાં. બન્નેએ શૉ છોડી દીધો. જો કે, તેમના કેરેક્ટર ખતમ કરવામાં આવ્યા નહોતા. તેમના બદલે બે નવા સ્ટાર્સ લાવવામાં આવ્યા. પણ ચાહકોએ તેમને મિસ્ટર અને મિસિસ સોઢીના પાત્રમાં સ્વીકાર્યા નહીં. તેથી મેકર્સે ગુરુચરણ સિંહ સોઢી અને જેનિફર મિસ્ત્રીને શૉમાં પાછાં લાવવા પડ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK