બહુ ના વિચારનું ટ્રેલર જોઈને યાદ આવી જશે કૉલેજના ફ્રેન્ડ્સ

Published: Apr 17, 2019, 15:31 IST

આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ઘણુ પોપ્યુલર થયું છે અને ઘણા લોકોને પસંદ આવ્યું છે. અને યૂ-ટ્યુબ પર પાંચ જ દિવસમાં આ ટ્રેલરને દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

બહુ ના વિચાર
બહુ ના વિચાર

ગુજરાતીઓને બિઝનેસ લોહીમાં જ મળે છે અને આ કહેવત બહુ જૂની અને પ્રખ્યાત છે. પરંતુ કોઈ ગુજરાતી યુવકે ધંધો શરૂ કરવો હોય તો મા-બાપ અને ફૅમિલી સાથે લમણા લેવા પડે છે. ધંધો શરૂ કરવા માંગતો દરેક યુવક આ કઠિન પરિસ્થિતિથી પસાર થતા હોય છે. લોકો શું વિચારશે?, મારી જોડે જ આવું કેમ થાય?, કાંઈક તો ખોટું થશે છે?..આવા વિચારો તમને પણ રોજ આવતા હશે ને! બધાને આવે છે. અને હવે તેના પર બની રહી છે ગુજરાતી ફિલ્મ. જેનું નામ છે 'બહુ ના વિચાર'.

'બહુ ના વિચાર' ફિલ્મ 3મેએ રિલીઝ થવાની છે અને ફિલ્મમાં ભવ્ય ગાંધી, જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, રાગી જાની, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, નવજોત સિંહ ચૌહાણ સહિતના કલાકારો છે. આ ફિલ્મની ટેગલાઈનમાં લખવામાં આવ્યું છે કે 'રિયલ લાઈફમાં બનતી ઘટનાઓ આ ફિલ્મ પર આધારિત છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર ઋતુલ પટેલ છે. ફિલ્મમાં મોહિત ચૌહાણ, કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજુમદાર, જિગદાન ગઢવી, પાર્થ ઓઝા જેવા જાણીતા સિંગરોએ ગીત ગાયા છે.

આ પણ વાંચો : સ્મશાનમાં Chill કરવાથી લઈ રસોઈની આવડત વિશે ખુલાસા કરે છે Jayesh More

ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ઘણુ પોપ્યુલર થયું છે અને ઘણા લોકોને પસંદ આવ્યું છે. અને યૂ-ટ્યુબ પર પાંચ જ દિવસમાં આ ટ્રેલરને દોઢ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK