ભારતી સિંહની વધી મુશ્કેલીઓ, કપિલ શર્મા શૉમાંથી હટાવવાની આવી માગ...

Published: Dec 31, 2019, 14:55 IST | Mumbai Desk

ભારતી સિંહની મુશ્કેલી ઓછી થવાને બદલે વધતી જાય છે. હવે ભારતીને 'કપિલ શર્મા શૉ'માંથી બહાર કરવાની માગ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે.

બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન, કૉમેડિયન ભારતી સિંહ અને ડાયરેક્ટર ફરાહ ખાન પર એક સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાવવામાં આવ્યો હતો. જો કે, બળવો વધતાં જોઈ નિર્દેશક- કૉરિયોગ્રાફર ફરાહ ખાન અને રવીના ટંડને માફી માગી લીધી હતી. આ વાતથી રાખી સાવંતને ખૂબ જ ઠેસ પહોંચી છે. પણ ભારતી સિંહની મુશ્કેલી ઓછી થવાને બદલે વધતી જાય છે. હવે ભારતીને 'કપિલ શર્મા શૉ'માંથી બહાર કરવાની માગ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે.

આ વ્યક્તિએ પેટિશનની શરૂઆત
જણાવીએ કે ભારતીને લઈને Change.Org પર એક પેટિશન વાયરલ થઈ રહી છે, જેમાં ભારતીને 'ધ કપિલ શર્મા શૉ'માંથી બહાર કરવાની માગ થઈ રહી છે. પેટિશનની શરૂઆત એન્ડ્રૂ ડેવિડ નામના વ્યક્તિએ કરી છે. આ પેટિશન હેઠળ અત્યાર સુધી 7,167થી વધારે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. તો 7,500 હસ્તાક્ષરોમી માગ પેટિશનમાં કરવામાં આવી છે. આ પેટિશનમાં લખવામાં આવ્યું છે કે, "આખું વિશ્વ ડિસેમ્બરમાં ક્રિસમસ ઉજવી રહી હતી, જ્યારે ત્રણ બોલીવુડ એક્ટર્સે Hallelujah (પ્રભુની સ્મૃતિ કરવી કે ખુશી વ્યક્ત કરવી) શબ્દનું બેક બેન્ચર નામના શૉ પર મજાક ઉડાડવામાં આવ્યું. હું તમને આગ્રહ કરું છું કે તમે આ પેટિશનને સાઇન કરો જેનાથી ધર્મની મજાક બંધ થાય."

રવીના-ફરાહએ માફી માગી બચાવ્યું પોતાને...
ડાયરેક્ટર ફરાહ ખાને સોશિયલ મીડિયા પર માફી માગી. તેની એક તસવીર પણ સામે આવી છે જેમાં તે ફાધરનો હાથ પકડેલી દેખાય છે. આની સાથે જ તેમણે સોશિયલ મીડ્યા પર લખ્યું, "મને દુઃખ છે કે મારા શૉના એક એપિસોડથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું દરેક ધર્મનું સન્માન કરું છું અને કોઈનું પણ અપમાન કરવાનો મારો કોઈ જ ઇરાદો ક્યારેય ન હતો. મારી આખી ટીમ, રવીના ટંડન, ભારતી સિંહ અને મારા તરફથી બધાને સૉરી."

 
 
 
View this post on Instagram

To Err is human .. to forgive divine. ♥️YOUR EMINENCE CARDINAL OSWALD GRACIOUS.. your blessings meant the world.

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) onDec 29, 2019 at 7:13pm PST

આ પણ વાંચો : Shital Antani : જાણો પત્રકાર પોપટલાલના ગોર્જિયસ 'સાસુ' વિશે

આની સાથે જ રવીના ટંડને પણ એક વીડિયો શૅર કરી ચાહકોને કેટલીક અપીલ કરી હતી. તેણે એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે, "કૃપા કરીને આ લિંક જુઓ. મેં એવું કંઇપણ નથી કહ્યું જેથી કોઈપણ ધર્મનું અપમાન કરવાનું કહેવામાં આવે. અમે ત્રણે એટલે કે ફરાહ, હું અને ભારતીની કોઇને પણ ઠેસ પહોંચાડવાની કોઈ જ ઇચ્છા ન હતી. પણ જો અમારાથી એવું થઈ ગયું, તો અમે અંતઃકરણપૂર્વક માફી માગીએ છીએ."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK