ખતરોં કે ખિલાડીમાં ભાગ લેવા માટે પતિ હર્ષ લિંબાચિયાને કન્વિન્સ કર્યો હતો ભારતી સિંહે

Published: 25th December, 2018 15:33 IST

હર્ષ એક રાઇટર છે. ‘ખતરોં કે ખિલાડી’ સીઝન ૯ રિયલિટી શો ૨૦૧૯ની પાંચ જાન્યુઆરીએ કલર્સ ચૅનલ પર શરૂ થવાનો છે

પતિ હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહ
પતિ હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહહર્ષ લિંબાચિયાએ જણાવ્યું હતું કે તેની વાઇફ ભારતી સિંહે તેને ‘ખતરોં કે ખિલાડી’ સીઝન ૯માં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. ભારતી અને હર્ષે ૨૦૧૭માં લગ્ન કયાર઼્ હતાં. હર્ષ એક રાઇટર છે. ‘ખતરોં કે ખિલાડી’ સીઝન ૯ રિયલિટી શો ૨૦૧૯ની પાંચ જાન્યુઆરીએ કલર્સ ચૅનલ પર શરૂ થવાનો છે, જેની ટૅગલાઇન છે ‘જિગર પે ટ્રિગર’. આ બન્નેની જોડી આ શોમાં ખતરનાક સ્ટન્ટ કરતી જોવા મળશે. આ વિશે હર્ષે કહ્યું હતું કે ‘મને જ્યારે આ શો ઑફર કરવામાં આવ્યો હતો ત્યારે મેં કોઈ ચોક્કસ નિર્ણય લીધો નહોતો. હું વિચારી રહ્યો હતો કે મારે એમાં ભાગ લેવો જોઈએ કે નહીં. મારી વાઇફ ભારતી મને હંમેશાં ઑફ-સ્ક્રીન અને ઑન-સ્ક્રીન નવા પડકારોનો સ્વીકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેની પ્રેરણાના કારણે જ હું આજે સ્ટન્ટ્સ કરી શકું છું, જેમાં સાપ સાથેના સ્ટન્ટ્સ પણ સામેલ છે. સાપથી પહેલાં હું ખૂબ જ ડરતો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK