Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા લઈને આવ્યાં હમ તુમ ઔર ક્વૉરન્ટીન

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા લઈને આવ્યાં હમ તુમ ઔર ક્વૉરન્ટીન

10 April, 2020 05:33 PM IST | Mumbai Desk

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા લઈને આવ્યાં હમ તુમ ઔર ક્વૉરન્ટીન

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા લઈને આવ્યાં હમ તુમ ઔર ક્વૉરન્ટીન


કૉમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લિંબાચિયા સાથે કલર્સ ચૅનલ પર એક નવી સિરીઝ લઈને આવી રહ્યો છે. આ સિરીઝને ‘હમ તુમ ઓર ક્વૉરન્ટીન’ નામ આપવામાં આવ્યું છે જે સીધું તેમના ઘરમાંથી પ્રસારિત કરવામાં આવશે. આ શોમાં તેઓ તેમના ઘરમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે એ દર્શાવવામાં આવશે. આ સાથે જ કલર્સ પર છોટી સરદારની, શક્તિ અસ્તિત્વ અહેસાસ કી, નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી અને પવિત્ર ભાગ્ય જેવા શોમાં કામ કરનાર ઍક્ટર્સની લાઇફ પર પ્રકાશ પાડી રહ્યો છે. આ ચૅનલ પર ‘હમ તુમ ઔર ક્વૉરન્ટીન’ની સાથે એક નવી પહેલ પણ કરવામાં આવી છે. સેલિબ્રિટીઝના રૅન્ડમ વિડિયો પણ પ્રાઇમ-ટાઇમ દરમ્યાન ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેઓ કુકિંગ, કરન્ટ ઇશ્યુ પર ચર્ચા અને તેમના અનુભવની સાથે વર્ચ્યુઅલ અંતાક્ષરી અને ડાન્સ કરતા પણ જોવા મળશે. તેઓ બાલ્કનીમાં ડેટ પર જતાં પણ જોવા મળશે. ‘હમ તુમ ઔર ક્વૉરન્ટીન’ને 13 એપ્રિલથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ સિરીઝને સોમવારથી શુક્રવાર દરમ્યાન રાતે આઠ વાગ્યે કલર્સ પર રજૂ કરવામાં આવશે. આ એક લિમિટેડ એપિસોડની સિરીઝ છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2020 05:33 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK