Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભારતનું ગીત તુરપેયા રિલીઝ, નૅવી ઑફિસરના રૂપમાં જોવા મળ્યા સલમાન

ભારતનું ગીત તુરપેયા રિલીઝ, નૅવી ઑફિસરના રૂપમાં જોવા મળ્યા સલમાન

22 May, 2019 03:35 PM IST | મુંબઈ

ભારતનું ગીત તુરપેયા રિલીઝ, નૅવી ઑફિસરના રૂપમાં જોવા મળ્યા સલમાન

ભારતનું નવું તુરપેયા રિલીઝ

ભારતનું નવું તુરપેયા રિલીઝ


ઈદ પર રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મ ભારતનું નવું ગીત તુરપેયા આવી ગયું છે. જેમાં  સલમાન ખાન અને નોરા ફતેહી બંને પોતાના બેસ્ટ અવતારમાં જોવા મળી રહ્યા છે. ગીતમાં સલમાન ખાન નૅવી ઑફિસરના યુનિફોર્મમાં છે અને પોતાના ડાન્સ મૂવ્ઝ બતાવી રહ્યા છે.

સોન્ગમાં નૅવી ઑફિસર્સ સાથે બેલી ડાન્સનું પર્ફેક્ટ કોમ્બિનેશન છે. ગીતની શરૂઆત જ બેલી ડાન્સર્સની આસપાસ અનેક ઈન્સ્ટ્રુમેન્ટ વાગતા હોય એ રીતે થાય છે. જેમાં સલમાન ખાન એકતારા સાથે જોવા મળે છે. જ્યારે બાકીના કલાકારો બલ્ગેરિયન તંબુરા સાથે.

સંગીત સાથે માહોલ અને સુખવિંદરના અવાજ સાથેના આ ગીતમાં સલમાન ખાનની ડાન્સ મૂવ્ઝે કમાલ કર્યો છે. તેની સાથે નોરા ફતેહી એકદમ સિઝલિંગ લાગી રહી છે. જેના કારણે ગીત અલગ જ અસર આપી રહ્યું છે.

ગીતના કેટલાક હિસ્સાઓમાં સલમાન ખાનને પોતાનો ભૂતકાળ યાદ કરતો પણ બતાવવામાં આવી રહ્યો છે. જેમાં તે પોતાના ઘરને યાદ કરતો બતાવવામાં આવે છે, જ્યાં તે પોતાનું મિશન પુરું થાય એટલે જવા માટે આતુર છે. કેટલીક ક્ષણોમાં તેને તેના પિતા જેકી શ્રૉફ યાદ આવે છે જ્યારે કેટલીક ક્ષણોમાં તેને કેટરીના કૈફ યાદ આવે છે.

આ પણ વાંચોઃ ભારતનું નવું સોંગ ઝિંદાઃ સલમાનનું આ ગીત છે નવું એન્થમ



નોરા ફતેહીના મૂવ્ઝ આ ગીતમાં અદ્ભૂત છે. તે પોતાના ડાન્સથી દિલ જીતી લે છે. વિશાન શેખરના મ્યુઝિકની સાથે આદિલ શેખની કોરિયોગ્રાફીએ ગીતને ખાસ બનાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2019 03:35 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK