Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bhabiji Ghar Par hain: 'તિવારી જી' અને 'વિભૂતી નારાયણ'એ કર્યું લિપલૉક

Bhabiji Ghar Par hain: 'તિવારી જી' અને 'વિભૂતી નારાયણ'એ કર્યું લિપલૉક

29 October, 2020 04:40 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Bhabiji Ghar Par hain: 'તિવારી જી' અને 'વિભૂતી નારાયણ'એ કર્યું લિપલૉક

Bhabiji Ghar Par hain: 'તિવારી જી' અને 'વિભૂતી નારાયણ'એ કર્યું લિપલૉક

Bhabiji Ghar Par hain: 'તિવારી જી' અને 'વિભૂતી નારાયણ'એ કર્યું લિપલૉક


એન્ડ ટીવીનો સૌથી લોકપ્રિય અને ચર્ચાસ્પદ શૉ 'ભાભીજી ઘર પર હૈ (Bhabiji ghar par hain'ના બે લીડ એક્ટર મોહન તિવારી એટલે કે રોહિતાશ્ચ ગૌડ અને વિભૂતી નારાયણ મિશ્રા એટલે કે આસિફ શેખને તમે હંમેશાં લડતા જોયા હશે. પણ તાજેતરમાં જ બન્નેની એવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને જોઇને તમે પણ ચોંકી ઉઠશો, અને આ તસવીર તિવારીજીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

હકીકતે, આ તસવીરમાં ચોંકાવનારી વાત એ છે કે આમાં તિવારીજી અને વિભૂતી નારાયણ મિશ્રા એકબીજાને લિપકિસ કરતા દેખાય છે. તસવીર શૅર કરતા રોહિતાશે કૅપ્શનમાં લખ્યું છે, "હવે લિપલૉક કેવી રીતે થઈ ગયું... ભભૂતી જી ઔર તિવારી જી બહુત નીચ લોગ હેં... વો નાઇસ હોતા હૈ પગલી... સહી પકડ઼ે હૈં."



 
 
 
View this post on Instagram

Abe ye lip lock kaise ho gaya be.Bhabhutiji n Tiwariji are very neech person vo nice hota hai pagli sahi nahi pakde hai

A post shared by Rohitashv Gour (@rohitashvgour) onOct 26, 2020 at 3:49am PDT


બન્નેની આ તસવીર જોઇને ચાહકો તો અચંબિત છે જ સાથે સાથે તિવારીજીની અનીતા ભાભીજી એટલે કે સૌમ્યા ટંડને પણ આ તસવીર પર રિએક્શન આપ્યું છે. ફક્ત સૌમ્યાએ જ નહીં પણ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર હપ્પૂ સિંહ એટલે કે યોગેશ ત્રિપાઠીએ પણ તસવીર પર રિએક્શન આપ્યા છે. સૌમ્યાએ તસવીર પર કોમેન્ટ કરતા એક ઇમોજી શૅર કરી છે જેમાં વાંદરો પોતાની આંખ પર હાથ રાખે છે એટલે કે શરમાય છે. તો હપ્પૂ સિંહે કોમેન્ટ કરતા લખ્યું છે કે, "અરે દાદા"


comments by Saumya and Yogesh ji

નોંધનીય છે કે અનીતા ભાબી એટલે કે સૌમ્યા ટંડન હવે આ શૉનો ભાગ નથી. અમુક સમય પહેલા જ તેણે આ શૉને અલવિદા કહી દીધું છે. જોકે, તેના શૉ છોડવાનું કારણ કોઇપણ પ્રકારના મતભેદ નથી, પણ તેણે પોતાના પર્સનલ રિઝન્સને કારણે શૉ છોડ્યો છે. સૌમ્યાએ જતી વખતે પોતાના ફેરવેલની કેટલીક તસવીરો અને વીડિયોઝ પણ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા જેમાં તે ખૂબ જ ઇમોશનલ જોવા મળી હતી. સૌમ્યા હવે ભલે કોઇપણ શૉનો ભાગ નથી, પણ તેના ચાહકો હજી પણ તેને મિસ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2020 04:40 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK