કોંગ્રેસમાં જોડાતા જ સોશલ મીડિયા પર ટ્રોલ થયા અંગૂરી ભાભી, ચાહકોએ કહ્યું 'ગલત પકડે હૈ'

Feb 06, 2019, 14:44 IST

શિલ્પા શિંદે રાજનીતિમાં જોડાયા બાદ ચાહકો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. તેમના જ પાત્રના અંદાજમાં ચાહકો તેને સલાહ આપી રહ્યા છે.

કોંગ્રેસમાં જોડાતા જ સોશલ મીડિયા પર ટ્રોલ થયા અંગૂરી ભાભી, ચાહકોએ કહ્યું 'ગલત પકડે હૈ'
શિલ્પા શિંદે થયા ટ્વીટર પર ટ્રોલ


ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ'થી ચર્ચામાં આવેલી શિલ્પા શિંદેએ રાજનીતિમાં એન્ટ્રી કરી છે. રાજનીતિના મેદાનમાં ઉતરવા માટે તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. શિલ્પા શિંદેનો રાજનીતિમાં આવવાનો નિર્ણય સાચો હતો કે નહીં તે તો સમય બતાવશે પરંતુ હાલ ચાહકો અંગુરી ભાભીને ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સ કહી રહ્યા છે કે -ભાભી જી ઈસ બાર ગલત પકડે હૈ.....

શિલ્પા શિંદે સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'થી ચર્ચામાં આવી હતી. સીરિયલના પ્રોડ્યૂસર સાથે વિવાદ થતા તેમણે આ સીરિયલ છોડી દીધી હતી. આ સીરિયલમાં તેમની ડાયલૉગ ડિલીવરીનો એક અલગ અંદાજ હતો, જેને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો. તે દરેક વખતે અંગ્રેજીમાં કોઈ શબ્દ ખોટો બોલતી, જેને સામેનું વ્યક્તિ સાચુ સમજે તો અને કહેતી કે- સહી પકડે હૈ..

shilpa shinde trolled on twitter

કોંગ્રસ પાર્ટીનો હાથ પકડવાના મામલે શિલ્પા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. લોકો મજાકિયા અંદાજમાં કમેંટ કરી રહ્યા છે. અંગૂરી ભાભીના એક ફેનએ કમેંટ કરી કે- ઈસબાર ગલત પકડે હૈ. હું શિલ્પા શિંદેનો પ્રશંસક છું, પરંતુ કોંગ્રેસ વાળી શિલ્પાનું સમર્થન નહીં કરી શકું. એક ચાહકે તો શિલ્પાને પાગલ સુદ્ધા ગણાવી દીધા.

ટ્વીટર પર શિલ્પાના અન્ય એક ચાહકે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, જો તમે ડ્રામેબાજ છો તો કોંગ્રેસમાં તમારું સ્વાગત છે. અન્ય એક યૂઝરે એવું પણ લખ્યું કે અંગૂરી ભાભી હવે પપ્પૂને સપોર્ટ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK