Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ, પૂછપરછ ચાલુ

કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ, પૂછપરછ ચાલુ

08 September, 2020 03:28 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કન્નડ ફિલ્મ અભિનેત્રી સંજના ગલરાનીની ધરપકડ, પૂછપરછ ચાલુ

સંજના ગલરાની

સંજના ગલરાની


કન્નડ (Kannada Actress) અભિનેત્રી રાગિની (Ragini Dwivedi) દ્વિવેદીને સોમવારે એક ડ્રગ્સ (Drugs Case) કેસમાં 5 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. રાગિની (Ragini Dwivedi) દ્વિવેદીને અટકમાં લેવાયા પછી હવે અભિનેત્રી (Actress Sanjjnaa galrani)સંજના ગલરાનીના ઘરે સેન્ટ્રલ ક્રાઇમ (Central Crime Branch) બ્રાન્ચે દરોડા પાડ્યા છે. સીસીબી (CCB)એ એક ડ્રગ્સ (Drugs Case)કેસમાં જ કૉર્ટ પાસેથી વૉરંટ મેળવીને અભિનેત્રીના ઘરે શોધખોળ કરી છે. જૉઇન્ટ સીની ક્રાઇમ સંદીપ પાટિલે આ માહિતી આપી છે.

કહેવામાં આવી રહ્યું છે કે કૉર્ટ તરફથી સર્ચ વૉરંટ મળ્યા પછી સીસીબીની ટીમ સવારે 6.30 વાગ્યે એક્ટ્રેસના ઘરે પહોંચી અને શોધખોળ શરૂ કરી દીધી. રિપોર્ટ્સ પ્રમાણે, મોબાઇલ, લૅપટૉપ, અન્ય દસ્તાવેજો સીલ કરી દેવામાં આવ્યા છે અને રેઇડ ચાલું છે. હકીકતે, એક ડ્રગ સપ્લાયર સાથે પાર્ટી કર્યા પછી અભિનેત્રીનું નામ સામે આવ્યું છે. સાથે જ અભિનેત્રીએ પહેલા ડ્રગ મામલે સ્ટેટમેન્ટ આપ્યું હતું, જેમાં તેણે ડ્રગ લેવાની વાતને નકારી દીધી હતી.



 
 
 
View this post on Instagram

Life isn't perfect, but your outfit can be ? #Life #Beperfect #loveislove

A post shared by SANJJANAA GALRANI (@sanjjanaagalrani) onJul 1, 2020 at 6:11am PDT


સીસીબી પ્રમાણે, એક નિયાઝની પણ આ મામલે ચાલતી તપાસમાં ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી રાગિની દ્વિવેદીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને 5 દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તો, પોલીસે જણાવ્યું કે અત્યાર સુધી આ કેસમાં અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સંજનાના નજીકના રાહુલની પણ ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે.


જણાવવાનું કે કન્નડ ફિલ્મ નિર્માતા ઇન્દ્રજીત લંકેશ, થોડાંક અઠવાડિયા પહેલા, CCB સામે રજૂ થયા હતા, જ્યાં તેમણે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગ મામલે મહત્વની માહિતી આપી હતી. ફિલ્મ મેકરે જણાવ્યું કે કન્નડ ઇન્ડસ્ટ્રીના ઘણાં સ્ટાર્સ ડ્રગ માફિયાઓના સંપર્કમાં છે અને તે રેગ્યુલર બૅઝિસ પર ડ્રગ્સ લે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 03:28 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK